Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

સિયાચીનના બર્ફીલા પહાડો અને એલઓસીમાં ગોળીબાર વચ્ચે જવાનોએ કર્યુ મતદાન:પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કર્યો

સૈન્ય જવાનોને સર્વિસ વોટર્સ તરીકે નોંધવાની માન્યતા બાદ પ્રથમ વખત મતદાન

સિયાચીનનાં બરફીલા પહાડોની વચ્ચે ચોવીસ કલાક દુશ્મન પર નજર રાખતા અને LoC પર પાકિસ્તાનનાં સીઝ ફાયર ઉલ્લંઘનનો સામનો કરતા ભારતીય સૈન્યનાં જવાનોએ પ્રથમ વખત લોકસભા ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

   ચૂંટણી પંચ દ્વારા સૈન્ય જવાનોને સર્વિસ વોટર્સ તરીકે નોંધવાની માન્યતા આપ્યા બાદ પ્રથમ વખત મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સુવિધાનો જવાનોએ ભરપુર ઉપયોગ કર્યો છે.

   ચૂંટણી પંચ દ્વારા સૈન્ય જવાનોને સર્વિસ વોટર્સ તરીકે નોંધવાની માન્યતા આપ્યા બાદ પ્રથમ વખત મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સુવિધાનો જવાનોએ ભરપુર ઉપયોગ કર્યો છે.

   સિયાચીન ગ્લેશિયરનાં વિષમ વાતાવરણને ગણકાર્યા વિના તેમજ LoC પર ગોળીબાર છતાં જવાનોએ મતદાન કર્યું છે,તેવી માહિતી  સૈન્ય પ્રવક્તાએ આપી હતી.

(1:01 am IST)