Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ચૂંટણીપંચનો મોટો નિર્ણંય :નમો ટીવી પર પ્રતિબંધ નહિ મુકાય :પ્રસારણ મુદ્દે સખ્ત નિયમોનુ પાલન કરવું પડશે

આચાર સંહિતા ઉલ્લંઘન મામલે ચૂંટમી પંચે નિર્દેશ જાહેર કર્યા

 

નવી દિલ્હી ;ચૂંટણી પંચે મોટો નિર્ણંય કર્યો છે આચાર સંહિતા ઉલ્લંઘન મામલે ચૂંટણી પંચે નમો ટીવી પર પ્રતિબંધ નહીં લગાવવાનો નિર્ણય લીધો છે, જોકે, ચેનલ પર પ્રસારિત થતી તમામ સામગ્રીને લઈ આયોગે સખત દિશા નિર્દેશ આપ્યા છે. ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને સંબંધમાં પત્ર લખ્યો છે કે, નમો ટીવી પર પ્રસારિત થતા તમામ વિજ્ઞાપન એમસીએમસી કમિટીથી સત્યાપિત થાય.

   ચૂંટણી આયોગે રાષ્ટ્રીય રાજધાની વિસ્તારના મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલેલા પત્રમાં ચૂંટણી પંચે લખ્યું છે કે, તમે પુષ્ટી કરી છે કે, નમો ટીવી પર પ્રસારિત કન્ટેન્ટને તમારા કાર્યાલયના એમસીએમસી કમિટી તરફથી પૂર્વ-સત્યાપિત નથી કરવામાં આવ્યા

 .ચૂંટણી પંચે લખ્યું છે કે, નમો ટીવી અને તેનું કન્ટેન્ટ એક રાજનૈતિક દળ તરફથી પ્રાયોજીત છે. એવામાં સુપ્રિમ કોર્ટના 13 એપ્રિલ 2014ના આદેશના આધાર પર 15 એપ્રિલ 2004ના રોજ જાહેર કરેલા ચૂંટણી પંચના દિશાનિર્દેશ ચેનલ પર લાગૂ થશે. જેથી નમો ટીવી પર પ્રસારિત થતા તે તમામ વિજ્ઞાપન, કાર્યક્રમ અને રાજનૈતિક કન્ટેન્ટનું પ્રસારણ પહેલા એમસીએમસી કમિટીથી સત્યાપિત થવું અનિવાર્ય

 

(11:34 pm IST)