Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

'' હોલી હૈ ર૦૧૯ '' અમેરિકામાં ગુજરાતી સોસાયટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા યુથ ચેપ્ટરના ઉપક્રમે ર૪ માર્ચના રોજ ઉજવાઇ ગયેલો તહેવારઃ રંગોની છોળો અને બોલીવુડ ગીતોની રમઝટ સાથે ૮૦૦ જેટલા લોકોએ તહેવારનો આનંદ માણ્યો

કેલિફોર્નિયા : અમેરિકામાં  ગુજરાતી સોસાયટી  ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના યુથ ચેપ્ટરના ઉપક્રમે  '' હોલી હૈ ર૦૧૯''  તહેવાર  ર૪ માર્ચ ર૦૧૯ ના રોજ ભારે ઉમંગભેર ઉજવાયો હતો.

         ઉજવણી અંતર્ગત હોલી તહેવારને લગતા બોલીવુડ ગીતોની રમઝટ બોલાવાઇ હતી. જે પ્રસંગે રંગોની છોળો સાથે ૮૦૦ જેટલા ઇન્ડિયન અમેરિકન તથા અન્ય કોમ્યુનીટીના લોકો ઉમટી પડયા હતા તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:00 pm IST)