Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

શેરબજાર ફ્લેટ : ઉદાસીન કારોબારથી નિરાશા ફેલાઈ

એરટેલના શેરમાં બે ટકાથી વધુનો ઉછાળો : સીપીઆઈ ફુગાવાના આંકડાઓ આજે જારી થશે : પ્રથમ તબક્કાની ચૂંટણી પર બધા કારોબારીનું ધ્યાન કેન્દ્રિત રહ્યું

મુંબઇ,તા. ૧૧ : શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતી રહી હતી. લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં આજે મતદાનના દિવસે ઉદાસીન કારોબાર જોવા મળ્યો હતો. રોકાણકારોએ હવે ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરી દીધુ છે. માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર થવાની શરૂઆત થઇ ગઇ છે. હવે આવતીકાલે સીપીઆઇ ફુગાવાના આંકડા જારી કરવામાં આવનાર છે. આજે પ્રવાહી સ્થિતી વચ્ચે સેંસેક્સમાં ૨૨ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. આની સાથે જ તેની સપાટી ૩૮૬૦૭ રહી હતી. ભારતી એરટેલના શેરમાં આજે બે ટકાથી વઘારેનો સુધારો રહ્યો હતો. બીજી બાજુ વેદાન્તાના શેરમાં સૌથી વધારે ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં એસએન્ડબી બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૩૮૨ રહી હતી. જ્યારે એસએન્ડપી બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં બે ટકાથી વધારેનો ઘટાડો રહ્યો હતો. આની સાથે જ તેની સપાટી ૧૪૯૬૭ રહી હતી. નિફ્ટી આજે કારોબાર દરમિયાન તેજી સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી ૧૨ પોઇન્ટ ઉછળીને ૧૧૫૯૭ની સપાટી પર રહ્યો હતો. સેક્ટરલી ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો મેટલના શેરમાં માઠી અર રહી હતી. આઇટી અને રિયાલિટી કાઉન્ટરો પર પ્રવાહી સ્થિતી રહી હતી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૧.૨૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. રેલ વિકાસ નિગમના શેરમાં આજે ચર્ચા જોવા મળી હતી. અંતે સેંસેક્સ બુધવારના દિવસે ૩૫૪ પોઇન્ટ ઘટીને નીચી સપાટીએ બંધ રહ્યો હતો. સેંસેક્સ ૩૮૫૮૫ની સપાટીએ રહ્યો હતો.  વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં એપ્રિલમાં ૮૬૩૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. શેરબજારમાં હકારાત્મક સ્થિતિ આને માટે જવાબદાર છે. માર્ચ મહિનામાં વિદેશી રોકાણકારોએ ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં રોકાણકારોએ ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા. અમેરિકી ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરવામાં આવ્યા બાદ તેના કારણે પણ એફપીઆઈ ભારત તરફ આકર્ષિત થઈ રહ્યું છે.ક્રુડ ઓઈલની કિંમતો સ્થિર રહી છે. જેની અસર પણ વિદેશી મૂડીરોકાણકારોના મૂડી પ્રવાહ ઉપર થઈ છે. આ વર્ષની ધીમિ ગતીએ શરૂઆત થયા બાદથી એફપીઆઈમાં ઈક્વિટી માર્કેટમાં આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ બજારમાં તેજી રહી શકે છે.

જાન્યુઆરી મહિનામાં યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. એશિયન શેર બજારની વાત કરવામાં આવે તો તેમાં પણ ઉતારચઢાવવાળી સ્થિતી રહી હતી. હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આવી જ સ્થિતી રહે તેવા સંકેત દેખાઇ રહ્યા છથે.

કારોબારની સાથે સાથે

*   સેંસેક્સ ૨૨ પોઇન્ટ સુધરીને ૩૮૬૦૭ની સપાટી પર રહ્યો

*   નિફ્ટી ૧૨ પોઇન્ટ ઉછળીને ૧૧૫૯૭ની સપાટી પર

*   આઇટી અને રિયાલિટી સેક્ટરમાં ભારે પ્રવાહી સ્થિતી રહી

*   નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૧.૨૨ ટકાનો ઘટાડો રહ્યો

*   મિડ કેપ ઇન્ડેક્સમાં ૧૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૩૮૨ની સપાટી પર

*   એસએન્ડપી બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સપાટી બે પોઇન્ટ ઘટીને ૧૪૯૬૭ની સપાટી પર રહ્યો

 

(7:35 pm IST)