Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

માઓવાદીઓની ધમકી ધોળીને પી ગયા આ ૧૦૨ વર્ષના અમ્મા, પહોંચી ગયા મત આપવા

દોરનાપાલના રહીશ ૧૦૨ વર્ષના મહિલા વિસ્વાસે મતદાન પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

સુકમા (પવન શાહ): લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે ચાલુ છે. જેમ જેમ દિવસ ઢળી રહ્યો છે તેમ તેમ મતદારોની સંખ્યા વધી રહી છે. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોલિંગ બૂથ પર પહોંચી રહ્યાં છે. મતદાન માટે દરેક વર્ગના મતદારોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દોરનાપાલના રહીશ ૧૦૨ વર્ષના મહિલા વિસ્વાસે મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

મતદાન મથકની બહાર ઊભેલા મીડિયાકર્મીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આઝાદી બાદથી જ તેઓ  પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા આવ્યાં છે. સવારે જેવા વિસ્વાસ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા કે લોકોએ ભારે ઉત્સાહથી તેમનું સ્વાગત કર્યું. વ્હીલચેર પર જેવી વિસ્વાસે પોલિંગ બૂથમાં એન્ટ્રી કરી કે લોકોએ તેમને લાઈનમાં ન ઉભા રહેવા દઈને આગળ જઈ મતદાન કરવા કહ્યું.

અત્રે જણાવવાનું કે છત્ત્।ીસગઢમાં મતદાનને પ્રભાવિત કરવા માટે નકસલીઓ અને માઓવાદીઓ એડીચોટીનું જોર લગાવી ચૂકયા છે. મતદાનના ગણતરીના સમય અગાઉ માઓવાદીઓએ લોકોને મતદાન ન કરવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો મતદાન કર્યું તો તેના પરિણામ ભોગવવા પડશે.

(4:15 pm IST)