Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

તમારે ''હા'' કે ''ના'' કહેવું પડશેઃ ચૂપ રહેવાથી કશુ નહિ થાયઃ ભાગવતજી

ચૂંટણી મહાપર્વના પ્રથમ ચરણમાં સંઘ પ્રમુખે નાગપુરથી મતાધિકારનો ઉપયોગ કર્યો : મતદાન વખતે ''નોટા''ના બદલે કોઈ ઉમેદવારને સમર્થન આપવા પણ અપીલ કરી

નાગપુરઃ સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ પોતાના મતાધિકારનો નાગપુર ખાતે ઉપયોગ કરી મતદાતાઓને પણ કોઈને કોઈ ઉમેદવારને સમર્થન આપવા જણાવ્યુ હતુ. ભાગવતજીએ ''નોટા''નો વિરોધ કરતા જણાવેલ કે મતદાન આપણું કર્તવ્ય છે અને બધાએ મતદાન જરૂર કરવું જોઈએ.

નાગપુર બેઠક ઉપરથી કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી ભાજપના ઉમેદવાર છે જયારે કોંગ્રેસે પૂર્વ સાંસદ નાના પટોલેને મેદાનમાં ઉતાર્યા છે. ભાગવતજી સીવાય સંઘના મહાસચિવ ભૈયાજી જોષી પણ સવારે ૬:૫૦ વાગ્યામાં મહલ વિસ્તારની ભઉજી દફતરી શાળા સ્થિત મતદાન મથકે પહોંચ્યા હતા.

મોહન ભાગવતે જણાવેલ કે મતદાન જરૂરી અને બધા માટે મહત્વપૂર્ણ જવાબદારી છે. રાષ્ટ્રીય સુરક્ષા, વિકાસ અને ઓળખ માટે મતદાન કરવું જોઈએ. ઈવીએમમાં ''નોટા'' અંગે તેમણે જણાવેલ કે હર કોઈને એ બતાવવું. આવશ્યક છે કે તેને શું જોઈએ. ચૂપ રહેવાથી કશુ નહી થાય. તમારે હા કે ના કહેવી જ પડશે.

ભૈયાજી જોષીએ પણ લોકોને મતદાન કરવા અપીલ કરેલ. તેમણે જણાવેલ હું આશા રાખુ છુ કે ચૂંટણીબાદ સત્તામાં આવનાર સરકાર રાષ્ટ્રહિતમાં કામ કરશે.

(4:04 pm IST)