Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ભારતમાં ત્રણ પૈકી એક નાગરિક સ્થૂળ છે : સર્વે

ટાયર-ર શહેરોમાં પણ સ્થૂળતા નવી સમસ્યા : મોટાભાગના લોકો આદર્શ વજન કરતા વધારે હોવાની ચોંકાવનારી બાબત સપાટીએ : અનેક કારણ જવાબદાર

મુંબઈ,તા. ૧૧: તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ત્રણ પૈકી એક સ્થૂળ છે. આ બાબત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થૂળતા ઘણી બિમારીઓને પણ આમંત્રણ આપી રહ્યું છે. અભ્યાસમાં જાણવા મળી રહ્યું છે કે ભારત સ્થૂળતા સામેની લડાઈમાં નબળું પડી રહ્યું છે. કારણ કે દેશના ત્રણ નાગરિકો પૈકી એક વધુ વજનથી પરેશાન છે. તેમના આદર્શ વજનથી વધુ વજન ધરાવે છે. આના માટે જુદા જુદા કારણો જવાબદાર છે. ટાયર-૨ શહેરો પણ આમા આવરી લેવામાં આવ્યા છે. કોચી, લુઢિયાણા અને નાગપુર જેવા ટાયર-૨ શહેરમાંથી વધુ વજન ધરાવતાં લોકોની સંખ્યા વધારે હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે મેટ્રો શહેરોમાં આ આંકડો વધારે છે પરંતુ હવે એવું જાણવા મળ્યું છે કે ટાયર-૨ શહેરોમાં પણ આ આંકડો ઓછો નથી. નવા ૧૧-શહેર સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ૩૬ ટકાથી વધુ લોકો આદર્શ વજન કરતા વધુ વજન ધરાવે છે. સ્થૂળતાથી તમામ લોકો ગ્રસ્ત છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો બોડીમાસ ઇન્ડેક્સના આધાર ઉપર આંકડો આદર્શ દેખાઈ રહ્યો નથી. કોચી જેવા મિની મેટ્રો શહેરોમાં ૪૬ ટકા સર્વેમાં ભાગ લેનાર લોકો સામાન્ય કરતા વધુ વજનના હતા. સ્થૂળતાથી અમારા નોન મેટ્રો શહેરો પણ અસરગ્રસ્ત છે તે બાબત જાણવા મળી છે. સર્જન રામન ગોહિલે આ મુજબની વાત કરી છે. સ્થૂળતા હવે એક મોટી સમસ્યા બની ચૂકી છે. સ્થૂળતાના કારણે ઘણી બિમારીઓ પણ આકર્ષિત થઈ ચૂકી છે. બહાર ખાવાની ટેવ લોકોમાં વધી ગઈ છે. દેશના મોટાભાગમાં આ વ્યવસ્થા જોવા મળી રહી છે. નાગપુરમાં ચાર ટકા લોકો રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ વજનવાળા જોવા મળી રહ્યા છે. રિસર્ચ સોસાયટી ફોર સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે અર્થતંત્ર પણ આના માટે જવાબદાર છે. આર્થિક સ્થિતિ મજબૂત બની છે.

સ્થૂળતા માટેના કારણ

સ્થૂળતા માટેના કારણો ઉપર નજર કરવામાં આવે તો આને માટે ઘણા કારણો હોવાનું જાણવા મળે છે. સ્થૂળતા માટે જે મુખ્ય કારણ જવાબદાર છે તે નીચે મુજબ છે.

- વધુ પ્રમાણમાં ઓઇલી ચીજવસ્તુઓ ખાવાની ટેવ

- વધુ પ્રમાણમાં ફેટ્ટી ચીજવસ્તુ ખાવાની ટેવ

- ખૂબ જ અનિયમિત જમવાની ટેવ

- આધુનિક સમયમાં બદલાયેલી લાઇફ સ્ટાઇલ

- શારીરિક પ્રવૃત્તિ ખૂબ ઓછી કસરત નહીં કરવાનું કારણ.

(3:42 pm IST)