Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

લોકસભાની ચૂંટણી : પ્રિયંકા ગાંધી ઝંઝાવતી પ્રચાર કરશે

ઉત્તરપ્રદેશની બહાર ૧૦૦૦ રેલીઓ કરશે : કોંગ્રેસ પાર્ટીની તરફેણમાં માહોલ સર્જવા માટેના પ્રયાસ

નવી દિલ્હી,તા. ૧૧: ઉત્તરપ્રદેશમાં હાલમાં જોરદાર ચૂંટણી પ્રચાર કરી ચુકેલા અને રોડ શો મારફતે ચર્ચા જગાવનાર પ્રિયંકા ગાંધી વાઢેરા સતત પ્રચાર કરનાર છે. પ્રિયંકા ગાંધી વાઢેરા ઉત્તરપ્રદેશ સિવાય બહાર ૧૦૦ રેલી કરનાર છે. કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વીય ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા હવે જોરદાર રીતે માહોલ સર્જવા માટે તૈયાર છે. લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનુ મતદાન થઇ ગયુ છે.રાજનીતિમાં સત્તાવાર રીતે મેદાનમાં ઉતરી ગયા બાદ હવે પ્રિયંકા ગાંધી વાઢેરા ઉત્તરપ્રદેશમાં પાર્ટીમાં નવા પ્રાંણ ફુકવા માટેની તૈયારીમાં છે. દેશના એવા વિસ્તારમાં પણ પ્રિયંકા જનાર છે  જ્યા પાર્ટીની સ્થિતી નબળી દેખાઇ રહી છે. એક કોંગ્રેસી નેતાએ કહ્યુ છે કે જમીની રિપોર્ટના આધાર પર યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં એવી સીટો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યુ છે જ્યાં પાર્ટી નબળી સ્થિતીમાં છે. પાર્ટી જ્યાં થોડાક પ્રમાણમાં પણ મજબુત બની શકે છે ત્યાં પણ પ્રચાર કરવા માટે પહોંચનાર છે. હજુ સુધી પ્રિયંકા ગાંધી વાઢેરા ઉત્તરપ્રદેશ સિવાય પ્રચાર માટે બહાર ગયા નથી. જો કે તેઓ ચોથી એપ્રિલના દિવસે કેરળના વાયનાડમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. એ વખતે રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી હવે ઉત્તરપ્રદેશની જેમ દેશના અન્ય  હિસ્સામાં પણ મહિલાઓ અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની યોજના ધરાવે છે. હાલમાં તો પ્રિયંકા વાઢેરાનુ પૂર્ણ ધ્યાન ઉત્તરપ્રદેશ પર કેન્દ્રિત થઇ ગયુ છે. કેટલીક સીટો પર તો હજુ યુપીમાં ઉમેદવારોના નામ  જાહેર થયા નથી.

(3:42 pm IST)