Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

વ્યાસપીઠ વિશ્વપીઠ બનવી જોઇએઃ પૂ મોરારીબાપુ

ઉતરપ્રદેશમા આયોજીત ''માનસ રત્નાવલિ'' શ્રીરામ કથાને છઠ્ઠો દિવસ

રાજકોટ, તા.૧૧: ''વ્યાયસપીઠ વિશ્વપીઠ બનવી જોઇએ'' તેમ પૂ. મોરારીબાપુએ સંત કવિ તુલસીજી અને કવયિત્રી રત્નાવલીની દિવ્યભુમિ રત્નાવલીઘાટ ખાતે આયોજીત માનવ રત્નાવતિ શ્રી રામ કથાના છઠ્ઠા દિવસે કહ્યું હતું.

પૂ. મોરારીબાપુએ કહ્યુ કે, વ્યાસપીઠ ઉપરથી કોઇ પ્રત્યે નફરત ન હોવી જોઇએ. સર્વ પ્રત્યે સત્ય, પ્રેમ, કરૂણોનો ભાવ રાખવો જોઇએ.

પૂ. મોરારીબાપુએ ગઇકાલે શ્રીરામકથાના પાંચમાં દિવસે જણાવ્યુ હતુ કે મને કોઇ ભાવિકે એક પ્રશ્ન એવો પુછયો છે કે બાપુ હું ડાબેરી છું તો ડાબા હાથે માળા થાય? અરે! પગથી પણ માળા થાય(એનો અર્થ એ ન કરશો કે પગથી મળા કરવી)આવા શુભ-અશુભમાં માનશો જ નહીં હું વ્યાસપીઠ પર બેઠો હોઉં ત્યારે મોટે ભાગે ડાબાહાથથી જ માળા કરૃં છું. એવી કોઇ ચિંતા-ભય ન રાખો. તમે રડો ત્યારે ડાબી આંખમાંથી આંસુ નીકળે એ અશુભ અને જમણી આંખમાંથી આંસુ નીકળે તો શુભ! એવું ન હોય અને માટે વિશ્વાસ અને ભરોસો જ મહત્વનો છે. ભરોસો જ ભજન છે અને સંદેહનું નિર્મૂલન અતી જરૂરી છે. આપણે સંદેહ મુકત નથી થઇ શકતા સંદેહ માટે આ બે બાબતો ખાસ યાદ રાખજો. માનસમાં એના ઉપાય દર્શાવાયા છે.

પૂ. મોરારીબાપુએ વધુમા કહ્યું કે આત્મવાન હોય એ કોઇનોય નીંદક નથી હોતા. કેમ કે આત્મવાન પાસે સહજ કલા હોય છે એ કલા થકી એ કોઇની નીંદા નથી કરતો.. સંસ્કુતમાં વિદ્યા, શ્રી અને દુર્ગા આ ત્રણેયને રત્નો કહ્યાં છે. રત્નાવલિએ વિદ્યા શ્રી અને દુર્ગા-ત્રણેયનું સમર્પિત રૂપ છે. ઉપરાંત રત્નાવલિમાં સતી વિધાનનાં લક્ષણો પણ સુપેરે ચરિતાર્થ થાય છે. જેમ જેની પાસે ધન આધિક હોય એ ધની, જ્ઞાન વધુ હોય તે જ્ઞાની, તપ વિશેષ હોય તે તપસ્વી બલ અધિક હોય એ બલી કહેવાય છે. એમ રત્નાવલિમાં આ પ્રમાણેના સતી વિધાનમાં વિશેષ લક્ષણો છે જેના જીવનમાં નખશીખ સત્ત હોય તે સતી, જેનામાં તપ હોય, જેનામાં ક્ષમા (શાંતિના અર્થમાં)હોય. શૌર્ય-હિંમત હોય, ધૈર્ય હોય, પતિપ્રિયતા હોય, ત્યાગ-સમર્પણ હોય તે સતી છે.

(3:40 pm IST)