Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ભાજપને વોટ ન આપતા, લખી ખેડૂતે કરી આત્મહત્યા

મરણચિઠ્ઠી ખળભળાટ મચાવે છે

હરિદ્વાર તા. ૧૧ : હરિદ્વારના લકસરમાં એક ખેડૂતે લોનના ભાર નીચે દબાઈ આપઘાત કરી લીધો. પોલીસે આ મામલામાં બેંકના એજન્ટની ધરપકડ કરી લીધી છે. પરંતુ આ ઘટનાથી રાજકારણમાં પણ હલચલ મચી છે કારણ કે ખેડૂત પાસેથી એક સુસાઈડ નોટ મળી છે, જેમાં ભાજપને વોટ ન આપવાની વાત લખવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હરિદ્વારના લકસરમાં ખેડૂત ઈશ્વરચંદ શર્માએ ઝેર ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ખેડૂતે સુસાઈડ નોટમાં આરોપ લગાવ્યો છે કે એજન્ટ અજિત સિંહે તેને બેંકમાંથી લોન અપાવવાનું વચન આપ્યું હતું.

લોન અપાવતા પહેલા એજન્ટે બેંક ગેરન્ટી તરીકે ખેડૂત પાસેથી બ્લેક ચેક લઈ લીધો હતો. જેવી જ ખેડૂતના નામે લોન મળી કે એજન્ટે ચેકથી બધી જ રકમ કાઢી લીધી. જયારે ખેડૂતને આ વાતની જાણ થઈ તો તેણે સલ્ફાસ ખાઈ આપઘાત કરી લીધો. ખેડૂતે એક સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં લકયું હતું કે, 'પાંચ વર્ષમાં ભાજપ સરકારે ખેડૂતોને ખતમ અને નષ્ટ કરી દીધા છે. આને વોટ ન આપતા નહિતર તમારો ચા વેચવાનો જ વારો આવશે. પાંચ વર્ષમાં બધાં કામ બંધ થઈ ગયાં. ભાજપ સરકારે ખેડૂતોને ખતમ કરી દીધા છે. આજે ભાજપની ખેડૂત દુઃખી છે.'

આ ઉપરાંત ખેડૂતે પોતાની સુસાઈડ નોટમાં બેંક એજન્ટ અજિત સિંહનું નામ પણ લખ્યું છે. ખેડૂત ઈશ્વરચંદે આરોપ લગાવ્યો છે કે કૃષિ કાર્ડ ૨૦૧૨, ૨૦૧૩ અને ૨૦૧૪માં એજન્ટે ડમી રીતે તેના નામે કેટલીય બેંકોમાંથી લાખો રૂપિયાની લોન લીધી છે. તેમને આ લોનના રૂપિયા પણ નથી મળ્યા. ઉલટાના તેના દીકરા પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા. હાલ પોલીસે ઈશ્વરચંદના દીકરાની ફરિયાદ પર એજન્ટ અજિત સિંહ વિરૂદ્ઘ કલમ ૨૦૬ અંતર્ગત કેસ નોંધી લીધો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

(1:24 pm IST)