Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

આંધ્રપ્રદેશમાં પોલીસ બૂથમાં હંગામો :જનસેના ઉમેદવારે ગુસ્સામાં આવીને ઈવીએમ જમીનમાં પછાડ્યું: અટકાયત

અભિનેતા પવન કલ્યાણની પાર્ટીજનસેવાના ઉમેદવાર મધુસુદન ગુપ્તા નામ બરાબર ડિસ્પ્લેમાં નહીં આવતા કોપાયમાન થયા

આંધ્રપ્રદેશમાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન થઇ રહ્યું છે. અનંતપુર જિલ્લાના ગુટકાલ વિધાનસભા ક્ષેત્રમાં પોલિંગ બૂથ હંગામો થયો હતો જનસેનાના ઉમેદવાર મધુસદન ગુપ્તાએ ઈવીએમ મશીન ઉઠાવીને જમીન પર પછાડ્યું હતું મધુસદન ગુપ્તાની આ હરકત પછી પોલીસે તેમની અટક કરી લીધી છે.  જનસેના ફિલ્મ અભિનેતા પવન કલ્યાણની પાર્ટી છે.

 અહેવાલ મુજબ જનસેના ઉમેદવાર મધુસદન ગુપ્તા મતદાન કેન્દ્ર પર પોતાનો વોટ નાખવા માટે પહોંચ્યા હતા. પરંતુ તેઓ આ વાતથી ઘણા નારાજ થયા કે વિધાનસભા અને લોકસભા ક્ષેત્રના નામ બરાબર ડિસ્પ્લે કરવામાં આવ્યા ના હતા. તેને કારણે તેઓ મતદાનકર્મીઓ પર ગુસ્સે થયા. ઘણા સમય સુધી તેમને મતદાનકર્મીઓ પર ગુસ્સો કાઢ્યા પછી ઈવીએમ ઉઠાવીને પછાડી દીધું.

   ખરેખર ઈવીએમ ખરાબ થવાને કારણે મતદાનમાં અડચણ આવવાના ઘણા મામલા સામે આવતા રહ્યા છે. જનસેના પાર્ટીના ઉમેદવારે ઈવીએમ મશીન પછાડ્યા પછી પોલીસે તેની અટક કરી લીધી. આ દરમિયાન પોલિંગ બૂથ પર મતદાન પ્રભાવિત થયું. પોલિંગ બૂથ બહાર મતદાતાઓ બહાર લાઈનમાં ઉભેલા જોવા મળ્યા.

સ્થાનીય ખબરો અનુસાર જનસેના ઉમેદવારે પોલીસ સાથે ગેરવર્તણૂક કરી અને તેઓ બૂથ પર હંગામો કરતા રહ્યા. લોકસભા ચૂંટણી હેઠળ આજે 20 રાજ્યોની 91 સીટો પર મતદાન થઇ રહ્યું છે. તેની સાથે સાથે આંધ્રપ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાં વિધાનસભા ચૂંટણી માટે પણ

(1:07 pm IST)