Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

પશ્ચિમ યુપીના મુઝફ્ફરનગરમાં મોટો વિવાદ :બુરખાવાળી મહિલાઓની તપાસની માંગ:ખોટું મતદાન થયાનો આરોપ

ચૂંટણી અધિકારીઓએ આરોપ ફગાવ્યા : કહ્યું ઓળખપત્ર વગર મતદાન કરવા દેવામાં નથી આવતું.

લોકસભા ચૂંટણીમાં પહેલા ચરણનું મતદાન થઇ રહ્યું છે. ઉત્તર પ્રદેશની 8 સીટો પર મતદાન થઇ રહ્યું છે. આ વચ્ચે પશ્ચિમ યુપીની મુઝફ્ફરનગર બેઠક પર એક મોટો વિવાદ ઉભો થયો છે.

  અહીંયાનાં બીજેપી ઉમેદવાર સંજીવ બાલિયાને આરોપ લગાવ્યો છે કે બુરખાવાળી મહિલાઓની તપાસ કરવામાં આવતી નથી. જેના કારણે ખોટું મતદાન થઇ રહ્યું છે. તેમના આરોપોને નિર્વાચન આયોગે ખંડિત કરતા કહ્યું છે કે, 'અમે ત્યાંનાં અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી છે. કોઇને પણ ઓળખપત્ર વગર મતદાન કરવા દેવામાં નથી આવતું.

(12:16 pm IST)