Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

મતદારોને રીઝવવા મંત્રીએ કર્યો નાગિનડાન્સ :સૌથી અમીર 67 વર્ષીય મંત્રીના ડાન્સનો વિડિઓ વાયરલ

ત્રીજીના કાફલાની સાથે બેન્ડ પાર્ટી હતી જેમાં 1954માં આવેલ ફિલ્મ નાગિનનું ગીત વાગી રહ્યું હતું.

કર્ણાટકમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહેલા રાજ્ય સરકારમાં મંત્રીએ જનતાને નાગિન ડાંસ કરી દેખાડ્યો હતો મંત્રીજીનું નામ પણ એમટીબી નાગરાજ છે. જો કે મંત્રીજીના નાગિન ડાંસે ત્યાં હાજર લોકોનું સારું એવું મનોરંજન કર્યું છે. બેંગ્લોરથી 27 કિમી દૂર હોસ્કેટ નામની જગ્યાએ મંત્રી એમટીબી નાગરાજ આ ડાંસ કરતા જોવા મળ્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હ્યો છે. મંત્રીજીના કાફલાની સાથે એક બેન્ડ પાર્ટી પણ ચાલી રહી હતી જેમાં 1954માં આવેલ ફિલ્મ નાગિનનું ગીત વાગી રહ્યું હતું.

  ગીત સાંભળી મંત્રીજી ખુદને રોકી ન શક્યા ન નાચવા લાગ્યા. મંત્રીજીના આ ડાંસ પર જ્યારે ત્યાં હાજર કાર્યકર્તાઓને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે પ્રશ્નનો ટાળવાના અંદાજમાં કહ્યું કે તેમના નામનો મતલબ 'નાગરાજ' છે. વીડિયોમાં  મંત્રી પોતાના કાર્યકર્તાઓ સાથે ભારે જોશ સાથે નાચી રહ્યા છે. આ દરમિયાન કેટલાક લોકોએ મંત્રીજીની ઉંમર (67) જોતાં તેમને શાંત પાડવાની કોશિશ પણ કરી. આવું પહેલીવાર નથી બન્યું કે મંત્રીજી કોઈ કાર્યક્રમમાં નાચ્યા હતા, તેઓ અગાઉ પણ કેટલાય ધાર્મિક કાર્યક્રમમાં આવું કરી ચૂક્યા છે.

  એમટીબી નાગરાજ દેશભરમાં સૌથી અમિર ધારાસભ્ય છે. એડીઆરના રિપોર્ટ મુજબ તેમની સંપત્તિ 1000 કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે મંત્રી નાગરાજ પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઈલી માટે વોટ માંગવા ગયા હતા. વીરપ્પા મોઈલી કર્ણાટકની ચિક્કાબલ્લાપુરા લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. કર્ણાટકમાં બે તબક્કામાં ચૂંટણી થશે. જેમાં પહેલા તબક્કામાં 18 એપ્રિલે અને બીજા તબક્કામાં 23 એપ્રિલે ચૂંટણી થશે.

(11:37 am IST)