Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ભારતીયો માટે કેનેડાએ દરવાજા મોકળા મેલી દીધા

ભારતીય ટેલેન્ટને પોતાને ત્યાં તક આપવા તૈયારઃ કામ સાથે સરળતાથી નાગરીકત્વ મળશે

નવી દિલ્હીઃ અમેરિકા જયાં પોતાના ત્યાં આવનારા લોકો માટે વિઝાના નિયમોને કડક કર્યા છો તો કેનેડાએ દિલ ખોલીને ભારતીય ટેલેન્ટને પોતાના ત્યાં તક આપવા માટે તૈયારી કરી છે. કેનેડા ગ્લોબલ ટેલેન્ટ સ્ટ્રીમ નામનો એક સ્થાયી પ્રોગ્રામ શરુ કરવા જઈ રહ્યું છે, આના દ્વારા લોકોને સરળતાથી કામ કરવાની તક પ્રાપ્ત થશે. કેનેડાની આ યોજનાથી કેનેડામાં કરવા ઈચ્છુક વિજ્ઞાન, પ્રૌઘોગિકી, એન્જિનિયરિંગ અથવા ગણિત બેકગ્રાઉન્ડ લાળા લોકોને મોટો ફાયદો થશે. આ સાથે જ અમેરિકામાં રહેનારા ભારતીય પણ આનો ફાયદો ઉઠાવી શકે છે.

આ યોજના અંતર્ગત નોકરી આપનારા સીલેકટર્સ દ્વારા આવેલી અરજીઓને બે સપ્તાહમાં નિપટાવવામાં આવશે. આનો વધારે ફાયદો એ મળશે કે જે લોકોને જીટીએસ યોજના અંતર્ગત નોકરીઓ મળશે અને તેઓ ન માત્ર કેનેડામાં વર્ક એકસપીરિયન્સ લેશે પરંતુ તેમને એકસપ્રેસ એન્ટ્રી રુટ અંતર્ગત સ્થાયી નાગરિકતા પ્રાપ્ત કરવામાં પ્રાથમિકતા પ્રાપ્ત થશે. એકસપ્રેસ ઈન્ટ્રી રુટ એક પોઈન્ટ-બેઝડ સિસ્ટમ છે.

 વર્ષ ૨૦૧૭ દરમિયાન કુલ ૮૬,૦૨૨ ઈનવીટેશન્સ મોકલવામાં આવ્યા , અને આમાંથી ૪૨ ટકા એવા લોકો હતા, કે જેમની પાસે ભારતીય નાગરિકતા હતી. કેનેડા ડિપાર્ટમેન્ટ ઓફ ઈમિગ્રેશન, રેફ્યૂજી એન્ડ સિટિઝનશિપ દ્વારા ઉપ્લબ્ધ કરાવવામાં આવેલા આંકડાઓ અનુસાર, વર્ષ ૨૦૧૮ દરમિયાન ભારતીયોને ૪૧,૦૦૦ ઈન્વાઈટ્સ મોકલવામાં આવ્યા જે ૧૩ ટકા વધારો દર્શાવે છે.

 કેનેડાના IRCC પ્રધાન અહમદ હુસેને તાજેતરમાં જાહેર બજેટ ડોકયુમેન્ટમાં કહ્યું કે અમે પોતાની ગ્લોબલ સ્ટ્રેટેજી દ્વારા દુનિયાભરના સ્કીલ ધરાવતા લોકોને આકર્ષિત કરી રહ્યા છીએ.

(11:33 am IST)
  • અમેરિકાના ટોપ સિક્રેટ હજ્જારો દસ્તાવેજો જાહેર જનતા સમક્ષ મૂકીને અમેરિકન પ્રશાસનની ઊંઘ હરામ કરી દેનાર, વિકિલિકસના સ્થાપક જુલિયન અસાંજેની લંડનમાંથી આખરે ધરપક્કડ કરાઈ : તેના પર, ચેલ્સી મેન્નિંગ સાથે મળીને અમેરિકન સેન્યના ગુપ્ત દસ્તાવેજો ચોરવાનો આરોપ છે. access_time 7:18 pm IST

  • મણીપુરમાં સવારે પાથી મત આપવા લાઇનો લાગીઃ લોકોએ તડકાથી બચવા વૃક્ષોની ડાળીનો સહારો લીધોઃ ભાજપ તરફી જુવાળ access_time 3:34 pm IST

  • ફેસબુકમાં વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા નરેન્દ્રભાઈ મોદી :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પાછળીને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા :ફેસબુકના સર્વેમાં વડાપ્રધાન મોદીને 4,35 કરોડ લોકોએ પસંદ કર્યા :1,37 કરોડ લોકોએ તેઓના ફેસબુક એકાઉન્ટ પ્રાઈમ મિનિસ્ટર ઇન્ડિયાને લાઈક કર્યું :ટ્રમ્પ બીજા નંબરે રહ્યા :ટ્રમ્પને 2,30 કરોડ લોકોએ તેના સત્તાવાર એકાઉન્ટને પસંદ કર્યું :ત્રીજા સ્થાને જોર્ડનની રાણી રાનિયાનું ફેસબુક એકાઉન્ટ છે access_time 1:04 am IST