Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ડિઝિટલાઇઝેશનના કારણે ભારતમાં ગોટાળાઓ કાબુમાં આવ્યા : IMF

IMFએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે ડિઝિટલાઇઝેશનનો ભારતે ખૂબ જ ફાયદો થયો છે અને તેના કારણે ગોટાળાઓ પર લગામ લાગી છે

વોશિંગ્ટન તા. ૧૧ : ભારતમાં થયેલા કેટલાક સુધારાઓ પરતી માહિતી મળે છે કે ડિઝિટલાઇઝેશનનો તેને ફાયદો થયો છે અને તેના કારણે પક્ષપાત અને ગોટાળાઓ પર પણ લગામ લાગી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ બુધવારે બહાર પાડેલા પોતાનાં રિપોર્ટમાં આ વાત કરી હતી. વર્લ્ડ બેંક સાથેનાં પોતાના વાર્ષિક બેઠક પહેલા બહાર પડાયેલ પોતાની ફિસ્કલ મોનિટર રિપોર્ટમાં આઇએમએફએ કહ્યું કે, ભારત તથા ઇન્ડોનેશિયામાં ઇ પ્રોકયોરમેંટની સુવિધા ચાલુ કરવાથી પ્રતિસ્પર્ધાતો વધી જ છે સાથે જ કન્સ્ટ્રકશનની ગુણવત્તામાં સુધારો આવ્યો છે.

આઇએમએફએ કહ્યું કે, ભારતમાં કેટલાક સુધારાઓ અંગે માહિતી મળી છે કે ડિઝીટલાઇઝેશનના કારણે તેને ફાયદો થયો છે અને તેના કારણે પક્ષપાત અને ગોટાળાઓ પર પણ લગામ લાગી છે. તેમણે કહ્યું કે, ઉદાહરણ માટે ભારતમાં સોશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામને મેનેજ કરવા માટે એક ઇલેકટ્રોનિક પ્લેટફોર્મ અપનાવવાથી ખર્ચમાં ૧૭ ટકાનો ઘટાડો થયો છે. જયારે તે અગાઉ ફાયદાઓમાં કોઇ જ ઘટાડો નથી આવ્યો. આ પ્રકારે આંધ્રમાં સ્માર્ટ આઇડી કાર્ડના ઉપયોગથી ફંડના લીકેજમાં ૪૧ ટકાનો ઘટાડો આવ્યો છે. આ સ્માર્ટ આઇડી કાર્ડનો ઉપયોગ કોઇ ખાસ યોજનાના લાભાર્થીની ઓળખ કરવા તથા લાભાર્થીઓ સુધી માહિતીની પહોંચમાં સુધારો લાવવા માટે કરવામાં આવે છે.

ફિસ્કલ મોનિટર રિપોર્ટના અનુસાર પબ્લિક પ્રોકયોરમેન્ટનાં અભ્યાસ પરથી માહિતી મળે છે કે પ્રક્રિયાઓની ડિઝાઇનની પ્રાઇસ અને ઉત્પાદનોની ગુણવત્તા પર મહત્વપુર્ણ અસર પડી શકે છે. ભારત તથા ઇન્ડોનેશિયામાં ઇપ્રોકયોરમેન્ટની સુવિધા આવવાથી ન માત્ર પ્રતિસ્પર્ધાઓ વધી છે, પરંતુ કન્સ્ટ્રકશનની ગુણવત્તા પણ સારી થઇ છે. આઇએમએફએ કહ્યું કે, સુપ્રીમ ઓડિટ ઇસ્ટિટ્યુશન્સ (SAI), સંસદ તથા સિવિલ સોસાયટીઝની તપાસે સરકારી પૈસાની સુરક્ષામાં મદદ મળી છે અને સરકારી કર્મચારીઓ અને રાજનેતા જવાબદાર છે.

(10:23 am IST)