Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

બધા જ ભાગેડુઓની વાપસીઃ ચૂંટણી પહેલા જ ધડાકો

વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી, જતીન મહેતા વગેરેની લાવવા તુરત જ એકશનઃ ધરપકડ કરી બોચી પકડી ભારત લાવવા તૈયારી

નવી દિલ્હી, તા. ૧૧ :. સરકારી સૂત્રોનું કહેવું છે કે તે ચારેચાર ભાગેડુઓ વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી અને જતિન મહેતાને પાછા લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. સાવધાનીપૂર્વક યોજનાબદ્ધ રીતે આ ભાગેડુઓને ગીરફતાર કરવાની અને પાછા લાવવાની તૈયારીઓ થઈ રહી છે. ચૂંટણી દરમ્યાન એક મોટી સફળતા મળવાની આશા દેખાઈ રહી છે.

વિજય માલ્યા અને નીરવ મોદી બ્રિટનમાં છે જ્યાં તેમની સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જ્યારે ભારત સરકાર મેહુલ ચોકસી અને જતીન મહેતાને કેરેબીયન ટાપુઓ પરથી પાછા લાવવાના શકય તેટલા પગલાઓ ઉઠાવી રહી છે. એન્ટીગુઆ, બાર્બાડોઝ, સેન્ટ કીટસ અને નેવિસની સરકારો સાથે ભારત સરકાર વાતચીત કરી રહી છે. કેરેબીયન ટાપુઓમાં પેઈડ નાગરીકતા આપવામાં આવે છે. ચોકસી અને મહેતાએ અહીંની નાગરીકતા લઈ લીધી છે.

મહેતાએ સેન્ટ કીટસ અને નેવિસની તો ચોકસીએ એન્ટીગુઆ અને બાર્બાડોઝની નાગરીકતા લીધી છે. ભારતની આ દેશો સાથે પ્રર્ત્યાપણ સંધી નથી. સંધી ન હોવાના કારણે ટેક્ષચોર આ દેશોમાં આવીને શરણ લઈ લે છે. ભારતીય રાજદુત ઈન્ટરપોલના સહયોગથી અને તપાસ એજન્સીઓ ચારેને ભારત પાછા લાવવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

(10:22 am IST)