Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

લોકશાહીનાં મહાપર્વનો લોહિયાળ પ્રારંભઃ આંધ્રમાં ૨ના મોત

૧૭મી લોકસભાની સાત તબક્કે યોજાઈ રહેલી ચૂંટણીના પ્રથમ તબક્કાનું બપોર સુધીમાં ૪૦ થી ૫૦ ટકા જેટલુ મતદાનઃ ઈવીએમ ખરાબી, આઈઈડી બ્લાસ્ટનો પ્રયાસ, ઝપાઝપી, બ્લાસ્ટ, લાઠીચાર્જ સહિતના બનાવો નોંધાયા : ૧૮ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૧ બેઠકો માટે થયું મતદાનઃ નીતિન ગડકરી સહિત આઠ કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત ૧૨૭૯ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં: અનેક રાજ્યોમાં મતદાન માટે મતદારો ઉમટી પડયા

નવી દિલ્હી, તા. ૧૧ :. વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાપર્વનો આજથી લોહિયાળ પ્રારંભ થયો છે. ૧૭મી લોકસભા માટે ૭ તબક્કે યોજાનારી ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ છે જે દરમિયાન આંધ્રમાં ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ થતા બન્ને પક્ષના એક એક કાર્યકરોના મોત થયાના અહેવાલ છે. મતદાન દરમિયાન આંધ્ર સહિત અનેક જગ્યાએ ઈવીએમ મશીનમાં ખરાબીની ફરીયાદો બહાર આવી છે. તો મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના એટાપલ્લીમાં ૧ પોલીંગ બુથ નજીક નકસલીઓએ આઈડી બ્લાસ્ટ કર્યો છે. જ્યારે યુપીના કૈરાના ખાતે બુથની બહાર ફાયરીંગ થયાના અહેવાલો છે. કાંધલા બુથ પર નકલી વોટ લઈને ડખ્ખો થયો હતો. જેમાં ગ્રામીણો અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન પથ્થરમારો, હવાઈ ફાયરીંગ, લાઠીચાર્જ થયાના અહેવાલો છે. કુલ ૧૮ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની ૯૧ બેઠકો માટે બપોર સુધીમાં સરેરાશ ૪૦ થી ૫૦ ટકા જેટલુ મતદાન નોંધાયુ હોવાનુ જાણવા મળે છે. મતદાન સાંજે ૫ વાગ્યા

સુધી ચાલવાનુ છે. અનેક રાજ્યોમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઠેર ઠેર લાઈનો પણ જોવા મળી હતી. લોકતંત્રના આ મહાપર્વના પ્રથમ ચરણમાં મોદી સરકારના ૮ પ્રધાનો સહિત કુલ ૧૨૭૯ ઉમેદવારોનું ભાવિ મતદારો ઈવીએમમાં કેદ કરી રહ્યા છે.

આજે સવારે મતદાન શરૂ થયુ કે તરત જ વડાપ્રધાન મોદીએ ટવીટ કરી મતદારોને વધુને વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

 વિશ્વની સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ આજથી શરૂ થઈ ગયો છે. ૨૦ રાજયોની ૯૧ લોકસભા  બેઠકો માટે હાલ મતદાન શરૂ થઈ ગયું છે. કુલ ૧૨૭૯ ઉમેદવારો મેદાનમાં છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુર લોકસભા બેઠકના પોલીંગ બૂથ સંખ્યા ૨૧૬ પર આજે સવારે ૭ વાગે જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. અલગ અલગ રાજયોના પોલિંગ બૂથો પર મતદારોની લાંબી લાઈન જોવા મળી રહી  છે. લોકો સવારથી જ મતદાન કરવા પહોંચી રહ્યાં છે.

મતદારોનું ઢોલ નગારાથી સ્વાગત

ઉત્ત્।ર પ્રદેશના બેરુતમાં બૂથ નંબર ૧૨૬ પર મતદાન કરવા આવી રહેલા મતદારોનું ફૂલોની પાંખડીઓ અને ઢોલ વગાડીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ચારેબાજુ મતદાન માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગાઝિયાબાદથી ભાજપના ઉમેદવાર જનરલ (સેવા નિવૃત્ત્।) જનરલ વી કે સિંહે પણ મતદાન કર્યું છે.

પીએમ નરેન્દ્ર મોદીએ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે તમામ મતદારોને મારી વિનંતી છે કે લોકતંત્રના આ મહોત્સવમાં જરૂર ભાગ લો. વધુમાં વધુ સંખ્યામાં લોકો મતદાન કરે. પહેલા મતદાન, પછી જલપાન!

સભા બેઠકના પોલીસ બૂથ સંખ્યા ૨૧૬ પર સવારે ૭ વાગે પહોંચીને મતદાન કર્યું. ત્યારબાદ તેમણે અપીલ કરી કે વોટિંગ આપણું કર્તવ્ય છે અને બધાએ મતદાન કરવું જોઈએ.

યુપીના સહારનપુરના બૂથ નંબર ૩૭૪, ૩૭૫, ૩૭૬ પર હજુ મતદાન શરૂ થયું નથી. જયારે કૈરાનામાં પોલીંગ બૂથ નંબર ૫દ્ગક્ન ઈવીએમમાં ગડબડી થવાના કારણે ૨૫ મિનિટ બાદ મતદાન શરૂ થઈ શકયું. બિહારના ઔરંગાબાદ સંસદીય વિસ્તારના સિલિયામાં બૂથ નંબર ૯ પાસે આઈઈડી વિસ્ફોટક મળ્યો. એસએસપી રાજીવ મિશ્રાએ તેની પુષ્ટિ કરી. બોમ્બને ડિફયુઝ કરવાનું કામ ચાલુ છે.

પહેલા તબક્કાના મતદાનમાં જે પ્રમુખ નેતાઓના ભાગ્ય ઈવીએમમાં કેદ થવાના છે તેમાં કેન્દ્રીય મંત્રી જનરલ (સેવાનિવૃત્ત્।) વી કે સિંહ, નીતિન ગડકરી, હંસરાજ અહીર, કિરણ રિજિજૂ, કોંગ્રેસના રેણુકા ચૌધરી, એઆઈઈએમઆઈએમના અસદ્દુદ્દીન ઓવૈસી સામેલ છે.

પ્રથમ તબક્કાના મતદાનમાં આરએલડીના અજીત સિંહનો મુકાબલો ઉત્ત્।ર પ્રદેશના મુઝફફરનગર સીટ પર ભાજપના સંજીવ બાલિયાન સામે છે. જયારે તેમના પુત્ર જયંત ચૌધરીનો મુકાબલો બાગપત બેઠક પર કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહ સામે છે. એલજેપીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના સાંસદ પુત્ર ચિરાગ પાસવાન બિહારમાં જમુઈ સીટથી ઉમેદવાર છે.

પહેલા તબક્કામાં છત્ત્।ીસગઢની નકસલી પ્રભાવિત બેઠક બસ્તર માટે પણ મતદાન થશે. ચૂંટણીનો વિરોધ કરી રહેલા નકસલીઓએ બસ્તરના દંતેવાડામાં મંગળવારે બારૂદી સુરંગમાં વિસ્ફોટ કરીને હુમલો કર્યો હતો. જેમાં દંતેવાડાના ભાજપ ધારાસભ્ય સહિત અર્ધ સૈનિક દળના પાંચ જવાનો શહીદ થયા હતાં. હુમલાને કારણે ચૂંટણી સ્થગિત કરવાની આશંકાઓને ફગાવતા ચૂંટણી  પંચે કહ્યું કે બસ્તર બેઠક માટે ગુરુવારે પૂર્વ નિર્ધારિત ચૂંટણી કાર્યક્રમ હેઠળ જ મતદાન થશે.

પહેલા તબક્કામાં આંધ્ર પ્રદેશ, સિક્કિમ અને ઓડિશામાં વિધાનસભા ચૂંટણી પણ થશે. આ દરમિયાન આંધ્ર પ્રદેશની ૧૭૫ વિધાનસભા બેઠકો, સિક્કિમની ૩૨ બેઠકો અને ઓડિશાની ૨૮ બેઠકો માટે મતદાન થશે.

આંધ્ર પ્રદેશથી અલગ થઈને તેલંગાણા રાજયની ૨૦૧૪જ્રાક્નત્ન સ્થાપના થયા બાદ આંધ્ર પ્રદેશમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. રાજયની તમામ ૨૫ લોકસભા અને ૧૭૫ વિધાનસભા બેઠકો માટે પહેલા તબક્કામાં આજે જ મતદાન હાથ ધરાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આજે થનારા મતદાનનો ચૂંટણી પ્રચાર મંગળવારે સાજે પૂરો થઈ ગયો હતો. ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ પહેલા તબક્કામાં મતદાન સવારે સાત વાગ્યે શરૂ થનાર છે. કેટલીક બેઠકો પર મતદાન સાંજે ૪ વાગ્યા સુધી અને કેટલીક બેઠકો પર સાંજે ૫ વાગ્યા સુધી ચાલુ રહેવાનું છે જયારે અમુક બેઠકો પર સાંજે ૬ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે.

પહેલા તબક્કામાં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ઉત્ત્।રાખંડ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, અને તેલંગાણાની તમામ લોકસભા બેઠકો માટે મતદાન થશે. આ ઉપરાંત ઉત્ત્।ર પ્રદેશની આઠ લોકસભા બેઠકો (સહારનપુર, કૈરાના, મુઝફફરનગર, બિજનૌર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, અને નોઈડા) તથા બિહારની ચાર બેઠકો ( ઔરંગાબાદ, ગયા, નવાદા અને જમુઈ) તથા અસમની પાંચ અને મહારાષ્ટ્રની સાત, ઓડિશાની ચાર, પશ્યિમ બંગાળની બે બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.

(3:32 pm IST)