Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

વડાપ્રધાન મોદીની બાયૉપિક ઉપરાંત NAMO TV પર પણ ECએ પ્રતિબંધ લગાવ્યો

પ્રત્યક્ષ રીતે કોઇ ઉમેદવારની ચૂંટણી સંભાવનાઓને વધારે છે

વી દિલ્હી :ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીની બાયોપિકના સ્ક્રીનિંગ બાદ હવે નમો ટીવી પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. પંચના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, બાયોપિક પર પ્રતિબંધનો આદેશ ઇસીનો આદેશ નમો ટીવી પર પણ લાગુ થાય છે, જેને ચૂંટણી દરમિયાન પ્રસારિત કરી શકાય નહી.   

    અધિકારીએ આદેશનાં એક પેરેગ્રાફનો ઉલ્લેખ કર્યો જેના અનુસાર, કોઇ ફણ પ્રકારની પ્રમાણીત સામગ્રી સાથે સંબંધિત કોઇ પણ પોસ્ટર અથવા પ્રચાર સામગ્રી જે પ્રત્યક્ષ રીતે કોઇ ઉમેદવારની ચૂંટણી સંભાવનાઓને વધારે છે, તે આદર્શ આચાર સંહિતા લાગુ રહેનારા ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રદર્શીત નહી કરવામાં આવે.

(12:00 am IST)