Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

યુપીના 10 જિલ્લામાં મતદાન :એક લાખ પોલીસકર્મી અને અર્ધ લશ્કરી દળની 157 કંપનીઓ તૈનાત કરાઈ

મતદાન પહેલા રાજ્યમાંથી 7506 હથિયારો, 10267 કારતુસ અને 4132 બૉમ્બ જપ્ત: 6 હજાર કિલોથી વધુ દારૂગોળો મળ્યો

 

યુપીમાં ગુરુવારે લોકસભાની ચૂંટણી 2019નાં પ્રથમ તબક્કાનું મતદાન છે. હેઠળ 10 જિલ્લાઓમાં મતદાન યોજાશે. ચૂંટણી યોજવા માટે એક લાખ પોલીસ કર્મચારીઓ અને અર્ધલશ્કરી દળની 157 કંપનીઓને તૈનાત કરાઈ છે  પી..સી.ને પણ સહકાર માટે સ્થાપિત કરવામાં આવી છે. મતદાન પહેલાં હથિયારો અને બોમ્બનાં ગોળાની પ્રાપ્તિ પોલીસ વહીવટ કાર્યોને આશ્ચર્ય પમાડે છે.

    11 એપ્રિલ મતદાનની તારીખ પહેલાં પોલીસે ઉત્તર પ્રદેશમાં 7506 હથિયારો, 10267 કારતુસ અને 4132 બૉમ્બ જપ્ત કરી લીધા છે. વધુમાં 6 હજાર કિલોથી વધુ દારૂગોળો મળી આવ્યો છે. ગેરકાયદેસર શસ્ત્રો અને દારૂગોળોની સંખ્યા અને જથ્થો મળતા પોલીસની સમસ્યા વધી ગઈ છે.

(12:00 am IST)