Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

યુ.એસ.માં સન્નીવલે હિન્દુ ટેમ્પલના ઉપક્રમે ૧૩ એપ્રિલના રોજ રામનવમી તથા ૧૮ એપ્રિલના રોજ હનુમાન જયંતિ ઉજવાશેઃ રામ નવમી નિમિતે શ્રી સીતા રામ કલ્યાણોત્સવ તથા હનુમાન જયંતિ નિમિતે સુંદરકાંડના પાઠનું આયોજન

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સન્નીવલે હિન્દુ ટેમ્પલ ૪૫૦, પર્શિઅન ડ્રાઇવ, સન્નીવલે કેલિફોર્નિયા મુકામે ૧૩ એપ્રિલ ૨૦૧૯ શનિવારના રોજ રામનવમી તથા શ્રી સીતારામ કલ્યાણોત્સવ ઉજવાશે. જેનો સમય સવારે ૧૦:૩૦ કલાકનો રહેશે.

કલ્યાણોત્સવમાં શામેલ થવા ઇચ્છુક ભાવિકોએ સ્થળ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

મંદિરના ઉપક્રમે ૧૮ એપ્રિલના રોજ હનુમાન જયંતિ ઉજવાશે જે અંતર્ગત બપોરે ૪-૩૦ કલાકે સુંદરકાંડના પાઠ થશે. તથા સાંજે ૬:૪૦ કલાકે હનુમાન અભિષેક થશે. તથા પૂર્ણિમા સત્યનારાયણ કથા સાંજે સાત વાગ્યે થશે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે. 

(9:24 pm IST)