Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

શિવસેનાને સેક્યુલર તાકાત વિરુદ્ધ એકજુથ થવાનો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો આગ્રહ

ફડણવીસના કુણા વલણ સામે સંજય રાઉટના ઘણા તીખા સવાલો

 

મુંબઈ :મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાને કથિત સેક્યુલર તાકાતોની વિરૂદ્ધ એકજૂથ થવાનો આગ્રહ કર્યો છે.તેઓએ કહ્યું કે જ્યારે પણ તથાકથિત સેક્યુલર તાકાત એક સાથે આવશે. શિવસેના હંમેશા બાળાસાહેબ ઠાકરેના આદર્શો પર ચાલશે.

  ફડણવીસે એક કાર્યક્રમમાં વાત કહી હતી જોકે કાર્યક્રમમાં શિવસેનાના સાંસદ અને સામનાના સંપાદક સંજય રાઉત ઘણા તીખા સવાલો કર્યા હતા.

   કાર્યક્રમમાં 2014ની વિધાનસભા ચૂંટણીમાં જોડાણ તોડવાના એક સવાલના જવાબમાં ફડણવીસે કહ્યું કે તેમણે શિવસેનાને 147 બેઠકો ઓફર કરી હતી. પરંતુ તેમણે 151 બેઠકોની જીદ પકડી હતી. જો શિવસેનાએ અમારી ઓફર સ્વિકારી લીધી હોત તો શિવસેના પાસે ભાજપ કરતા વધુ બેઠક હોત અને પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અથવા સંજય રાઉત રાજ્યના મુખ્યપ્રધાન હોત. 2014માં શિવસેના અને ભાજપ વિધાનસભા ચૂંટણી અલગ અલગ લડ્યા હતા. અને 25 વર્ષોથી ચાલી રહેલી મહાયુતી તૂટી ગઇ હતી.

(11:57 pm IST)