Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

બિહારમાં કરોડોનું સ્ટેડિયમ કૌભાંડ :માત્ર 20 ફૂટના લાંબા 5 દાદરા બનાવ્યા !!

રાજ્યમાં સ્ટેડિયમની સંખ્યાએ સદી ફટકારી પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે

બિહારમાં સ્ટેડિયમ બનાવવાના નામે કરોડોના કૌભાંડ બહાર આવ્યું છે બિહારના અલગ અલગ વિસ્તારોમાં કાગળો પર સ્ટેડિયમ તો બનાવી દીધા પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે અને જમીન પર કાંઈ થયું નથી બિહારમાં સરકારે 2008-09માં નાંણાકીય વર્ષમાં મુખ્યમંત્રી ખેલ વિકાસ યોજના બનાવવામાં આવી હતી. યોજના અંતર્ગત આઉટ ડોર સ્ટેડિયમ બનાવવાના નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં 2008-09 થી 2013-14 સુધી 69 કરોડ 57 લાખ 66 હજાર રૂપિયાની સ્વિકૃતિ થઇ ગઇ છે.

   વિભાગીય સૂચના પ્રમાણે અત્યાર સુધી 287 સ્ટેડિયમ નિર્માણની સ્વિકૃતિ મળી છે. 2017 સુધી 114 સ્ટેડિયમ તૈયાર પણ કરી લીધા છે જ્યારે 66 સ્ટેડિયમ અત્યારે બની રહ્યાં છે અને બાકી પર પ્રક્રિયા ચાલુ છે. બિહારમાં 100થી વધારે સ્ટેડિયમ તૈયાર છે અને ખેલાડીઓના ભવિષ્ય સારા થઇ રહ્યાં છે. અમારૂં નહીં પરંતુ માનનીય મંત્રીજીનું કહેવું છે.

બિહારના કલા સંસ્કૃતિ મંત્રી કૃષ્ણ કુમાર રીષી કહે છે કે મને જણાવતા ખુશી થાય છે કે બિહારમાં 100થી વધારે સ્ટેડિયમ તૈયાર છે અને જલ્દી 534 પ્રખંડોમાં સ્ટેડિયમ બનાવી લેવામાં આવશે. જ્યારે ન્યૂઝ 18ની ટીમે તેમને પૂછ્યું કે શું તમે જોયું છે કે ત્યાં સ્ટેડિયમ છે કે ત્યારે તે કાંઇ બોલી શક્યા.

   બક્સરના બ્રહ્મપુર બીએન ઉચ્ચ વિદ્યાલયમાં સરકારી દાવા પ્રમાણે 45 લાખ રૂપિયા ખર્ચીને સ્ટેડિયમ બનાવવાની વાત હતી. જ્યારે અમારી ટીમ ત્યાં પહોંચી તો ત્યાં સ્ટેડિયમના નામે 20 ફૂટ લાંબા 5 દાદર હતાં. જેનું નિર્માણ આદિત્ય કન્સટ્રક્શને કર્યું હતું.

તે પછી અમારી ટીમ ભોજપુરમાં બિહિયા પ્રખંડના +2 ઉચ્ચ વિદ્યાલય પહોંચી તો ત્યાં પણ સરકારી દાવા પ્રમાણે 28 લાખના ખર્ચે ફુટબોલ ગ્રાઉન્ડ હોવું જોઇએ જ્યાં જંગલને ઝાડી હતાં. આવી સ્થિતિ બક્સરના કેસઠ ઉચ્ચ વિદ્યાલયમાં આવેલા મેદાનની હતી. વાતની જાણ કલા સંસ્કૃતિ વિભાગને પણ જાણ છે. પૂર્વ કલા મંત્રીએ તેના માટે તપાસ પણ ગોઠવવામાં આવી છે પરંતુ હાલની સરકાર મામલે કાંઇ કરી નથી રહી. (TV18માંથી સાભાર)

(10:20 pm IST)