Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

જાનથી મારી નાખવા માટે કાવતરૂ ઘડાયું છે : રાબડી

નીતિશ સરકાર પર આકરા પ્રહારોઃ

પટણા,તા. ૧૧: આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવના પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડીદેવી પોતાના આવાસ પર તૈનાત પોલીસ જવાનોને પરત બોલાવી લેવાના રાજ્ય સરકારના નિર્ણયને લઈને નારાજ દેખાઈ રહી છે. રાબડીદેવીએ આજે નીતિશ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે પરિવારના સભ્યોની હત્યા કરવા માટે કાવતરૂ ઘડવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જેલમાં લાલુ પ્રસાદ યાદવની તબિયત ખરાબ થઈરહી છે. રાબડીએ આશંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમને મારી નાખવાનું કાવતરૂ ઘડવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું છે કે કોઈપણ પ્રકારની ઘટના થવાની સ્થિતિમાં ગૃહ વિભાગ જવાબદાર રહેશે. રેલવે હોટલ ટેન્ડર કૌભાંડના મામલામાં ગઈકાલે રાબડીદેવીના આવાસ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમના પુત્ર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની ચારકલાક પૂછપરછ કરવામાં આવી હતી. રાબડી દેવીની સુરક્ષા પણ પાછી ખેંચી લેવાઈ છે.

(10:05 pm IST)