Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ગેમ રમતી વેળા મોબાઈલ ફાટતા બાળકનું મોત થયું

રાયપુરમાં બનેલી ઘટનાથી ચકચાર

નવી દિલ્હી,તા. ૧૧: આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સા બની ચૂકેલા મોબાઈલથી પણ ખતરો રહેલો છે.  છત્તીસગઢના કોરીયા જિલ્લામાં ચાર્જિંગમાં લાગેલા મોબાઈલ ફોન ઉપર વીડિયોગેમ રમતી વેળા ૧૨ વર્ષના બાળકના હાથમાં મોબાઈલ ફાટી જતા બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે બાળકનું મોત થઈ ગયું છે. મળેલી માહિતી મુજબ ખુતરાપારા ગામના નિવાસી રવિ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો છે. તે મોબાઈલ ફોન ઉપર ગેમ રમી રહ્યો હતો તે વખતે મોબાઈલ ચાર્જીંગ પર મુકવામાં આવ્યો હતો. તે જ ગાળા દરમ્યાન પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને મોબાઈલ હાથમાં જ ફાટી ગયો હતો. પરિવારના સભ્યોએ કહ્યું છે કે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે બાળકનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. રવિની સાથે રહેલા તેના એક મિત્રને પણ દુર્ઘટનામાં ઈજા થઈ હતી. બંનેને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે રવિ નામના બાળકનું મોત થયું હતું.

(11:37 pm IST)