Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

યુ.એસ.માં"હિન્દુઝ ઓફ ગ્રેટર હયુસ્ટન"ના ઉપક્રમે યોજાઇ ગયેલો હિન્દુ યુથ એવોર્ડસ પોગ્રામ : જુદા જુદા ક્ષેત્રે સેવાઓ આપતા ૭ હિન્દુ અગ્રણીઓને એવોર્ડસ આપી સન્માનિત કરાયા

હયુસ્ટન :           યુ.એસ.ના ગ્રેટર હયુસ્ટનમાં આવેલા ISKCONમાં ૩ માર્ચ ૨૦૧૮ ના રોજ "હિન્દુઝ ઓફ ગ્રેટર હયુસ્ટન"ના ઉપક્રમે ૮મો વાર્ષિક હિન્દુ યુથ એવોર્ડસ તથા ફંડ રેઇઝીંગ પોગ્રામ યોજાઇ ગયો જેમાં જુદા જુદા મંદિરોના અગ્રણીઑ તથા ઓર્ગેનાઇઝેશ્ન્શ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

           સુશ્રી ભાવના લુથ્રા,ના ચેરમેન પદે તથા આયોજકો શ્રી રતિશ પિલ્લાઈ, સુશ્રી કોમલ લુથ્રા તથા સુશ્રી રિચા દિકક્ષીતના સંયુક્ત ઉપક્રમે યોજાઇ ગયેલા આ પોગ્રામમાં સાત યુવા અગ્રણીઓને એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા. જેમાં BAPS ના સુશ્રી નિલમ ભટ્ટ,VHPA ના શ્રી આકાશ ધિંગર, સેવા ઇન્ટરનેશનલના શ્રી અરૂણ દેવ કુમાર, HSSના શ્રી આયુષ શર્મા,ISKCONના  શ્રી જીગર પટેલ, આર્યસમાજના સુશ્રી એશા ગુલાટી,તથા મિનાક્ષી ટેમ્પલ સોસાયટીના શ્રી અધી ગોપાલનો સમાવેશ થયો હતો.

          ઉપરાંત સંતોએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. તેમજ ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ શ્રી સુરેન્દ્ર આધાનાએ ઉદબોધન કર્યું હતું.

            બાદમાં આગામી ૨૫ ઓગ.૨૦૧૮ ના રોજ જ્ન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે તેવી ધોષણાં કરાઇ હતી તેવું IANદ્વારા જાણવા મળે છે.

(7:17 pm IST)