Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

યુ.એસ.ના સાન જોસ કેલિફોર્નિયામાં સ્થાયી થયેલો ૪ વ્યકિતનો ઇન્ડિયન અમેરિકન પરિવાર લાપતાઃ પોર્ટલેન્ડથી સાન જોસ મુકામે હોન્ડા પાઇલોટ કારમાં પરત આવી રહેલા પરિવારે પ એપ્રિલથી સંપર્ક ગુમાવતા પોલીસ તપાસ ચાલુઃ રસ્તામાં ભારે વરસાદ તથા નદીમાં આવેલા પૂર વચ્ચે કાર પાણીમાં ગરક થઇ ગઇ હોવાની શંકા

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સાન જોસ કેલિફોર્નિયામાં રહેતો ૪ વ્યકિતનો ઇન્ડિયન અમેરિકન પરિવાર પ એપ્રિલ ૨૦૧૮થી લાપતા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ સાન્તા કલારિટા ખાતેની યુનિયન બેંકના વાઇસ પ્રેસિડન્ટ ૪૨ વર્ષીય સંદીપ થોટાપિલ્લી, તેમના પત્ની ૩૮ વર્ષીય સૌમ્યા થોટાપિલ્લી તથા ૧૨ વર્ષીય પુત્ર સિદ્ધાંત અને ૯ વર્ષીય પુત્રી સાચી પ એપ્રિલથી લાપતા છે.

આ પરિવાર પોર્ટલેન્ડથી સાન જોસ મુકામે પરત આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં સખત વરસાદ અને નદી આવતા હોવાથી ગૂમ થઇ ગયો હોવાનું અનુમાન છે. મરૂન કલરની હોન્ડા પાઇલોટ કારમાં પ્રવાસ કરી રહેલ પરિવારે પ એપ્રિલથી સંપર્ક ગુમાવી દેતા સાન જોસ સ્થિત તેમના સંબંધીઓએ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ ચાલુ કરી દેવાઇ છે. રસ્તામાં આવેલી એલ રિવર અને ઝાંખા પ્રકાશ વચ્ચે તેમની કાર પાણીમાં ગરમાવ થઇ ગઇ હોવાની શંકા સેવાઇ રહી છે. તેથી કોઇને પણ આ બાબતે કાંઇ વિશેષ જાણકારી હોય તો સાન જોસ પોલીસ ડીપાર્ટમેન્ટ અથવા સ્થાનિક સત્તાધીશોનો અથવા કોન્ટેક નંબર (૮૧૩) ૬૧૬૩૦૯૧ દ્વારા સંપર્ક સાધવા વિનંતી કરાઇ છે.

(7:13 pm IST)