Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કપિલ શર્માનો શો અેક મહિના સુધી બંધ કરવો પડે તેવી સ્‍થિતિઃ વારંવાર શુટિંગ કેન્સલ થવાના કારણે મુશ્કેલી

મુંબઇઃ કોમેડીયન કપિલ શર્માનો શો અેક મહિના સુધી બંધ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. વારંવાર શુટિંગ રદ્દ કરવાના કારણે અને જુદા-જુદા વિવાદોમાં ઘેરાઇ જતા આ શો માટે મુશ્કેલી સર્જાઇ છે.

કપિલ શર્માના વિવાદો આજકાલ ચર્ચામાં છે. ક્યારેક તેના ટ્વિટથી હંગામો થાય છે તો ક્યારેક તેની સાથે જોડાયેલો ઓડિયો ખળભળાટ મચાવે છે. આ વિવાદોની વચ્ચે માહિતી મળી રહી છે કે કપિલ શર્માના શોને 1 મહિના માચે સસ્પેંડ કરી દેવાયો છે. રિપોર્ટ અનુસાર કપિલનો શો સસ્પેંડ થવાનું કારણ સતત શૂટિંગ કેન્સલ થવું છે. કપિલે છેલ્લો એપિસોડ અભય દેઓલ સાથે શૂટ કર્યો હતો. જે બાદ રાની મુખર્જીને શૂટિંગ પર બોલાવી રાહ જોવડાવીને શૂટિંગ કેન્સલ કર્યું હતું.

કપિલનો નવો શો જ્યારે ટેલિકાસ્ટ થયો ત્યારે ફેન્સે જોયો ખરો પણ પસંદ ન કર્યો. એવામાં શોની ઘટતી TRP અને વધતા વિવાદોને કારણે શોને સસ્પેંડ કરાયો છે. રિપોર્ટ પ્રમાણે કપિલ શર્માના શોને બંધ કરવા પાછળ તેની ખરાબ તબિયત હોવાનું માનવામાં આવી રહ્યું છે. કપિલના જૂના શોની ક્રિએટિવ હેડ પ્રીતિ સિમોસે પણ કપિલને રિહેબ સેંટરમાં જઈને ટ્રીટમેંટ લેવાની સલાહ આપી હતી.

છેલ્લા ઘણાં ઈંટરવ્યૂમાં કપિલે દારુ પીવાની પોતાની ખરાબ આદતને સ્વીકારી હતી. ઉપરાંત શો બંધ થવાનું અન્ય કારણ છે કપિલનું વારેવારે શૂટિંગ કેન્સલ કરવું. કપિલે અગાઉ પણ ઘણાં મોટા સ્ટાર્સ સાથેનું શૂટિંહ કેંસલ કર્યું છે. આ વખતે જ્યારે નવા શોનો પ્રોમો આવ્યો હતો ત્યારે શૂટિંગ કેંસલ કરવાની માફી કપિલે અજય દેવગણ પાસે માગી હતી.

કપિલ શર્માના નવા શોમાં સાથે દેખાતી કો-સ્ટાર નેહાએ પણ કપિલનો સાથ છોડી દીધો છે. રિપોર્ટ પ્રમાણે કપિલના નવા શોનું શૂટિંગ નથી થઈ રહ્યું. એવામાં નેહા કલર્સ ટીવીના શો એન્ટરટેઈનમેંટ કી રાતના એક એપિસોડના શૂટિંગમાં જોવા મળી. નેહાનું કોઈ બીજી ચેનલના શોમાં હોવું કપિલના શો પર પ્રશ્નાર્થ મૂકે છે.

અગાઉ પણ જ્યારે ચેનલે કપિલના શોને તાળું માર્યું હતું ત્યારે ચેનલે જ શો કેંસલ કરી દીધો હતો. જે બાદ શોને સંપૂર્ણ બંધ કરી દેવાયો હતો. એકવાર ફરી કપિલના શોને સસ્પેંડ કરાઈ રહ્યો છે, જે શો બંધ થવાની પુષ્ટિ કરે છે. કપિલ ટીવી પર ફરી આવ્યાને થોડા જ દિવસમાં જે પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ તેને જોતાં કોમેડિયનના પ્રશંસક ઘણાં નિરાશ છે. કપિલના અંગત મિત્રો આને ષડયંત્ર ગણાવી રહ્યા છે.

(6:38 pm IST)