Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

હિમાચલ પ્રદેશમાં વાતાવરણમાં પલટોઃ રોહતાંગમાં ભારે હિમવર્ષાથી બરફની ચાદર પથરાઇ

મનાલીઃ હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે હિમવર્ષા થતા ખુશનુમા વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે અને મોડી રાત્રિ સુધી હિમવર્ષા થતા નીચાણવાળા વિસ્‍તારોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. પ્રવાસીઓની પણ સંખ્‍યા વધી છે. હિમાચલના રોહતાંગ અને આસપાસના વિસ્‍તારોમાં બરફની ચાદર પથરાઇ ગઇ છે. સોલંગનાલામાં ૩ ઇંચ અને પલચાનમાં ૧ ઇંચ હિમવર્ષા થઇ છે. આ ઉપરાંત સિમલા અને મનાલીમાં પણ આજે સવારથી હિમવર્ષા શરૂ થઇ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ આગામી બે-ત્રણ દિવસ હિમવર્ષા ચાલુ રહેશે. બરફ હટાવવા માટે સેનાની મદદ લેવાઇ રહી છે.

(6:34 pm IST)