Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ઝુકરબર્ગે ભૂલ સ્વીકારી હવે રાહુલ પણ માફી માગેઃ રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી તા. ૧૧ : ડેટા લીક મામલામાં ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ે મંગળવારે અમેરિકન કોંગ્રેસ માં રજૂ થયા . આ દરમિયાન તેઓએ કેમ્બ્રિજ એનાલિટિકા અને ચૂંટણીમાં હસ્તક્ષેપની વાતને સ્વીકારી . કેમ્બ્રિજ એનાલિટિકાનો મામલો ભારત સાથે પણ જોડાયેલો હતો . એવામાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે બુધવાર સવારે ટ્વિટ કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે .

રવિશંકર પ્રસાદે ટ્વિટ કર્યું કે હવે જયારે કેમ્બ્રિજ એનાલિટિકાનું ચૂંટણીમાં દખલ કરવાની વાત સાચી સાબિત થઈ ગઈ છે. અને ફેસબુકે કહ્યું છેકે તેઓ પ્રયાસ કરશે કે તેનો ભારતની ચૂંટણી પર કોઈ અસર નહીં પડે એવામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને માફી માંગવી જોઈએ અને વાયદો કરવો જોઈએ કે તેઓ ભારતીય વોટર્સને પ્રભાવિત નહીં કરે અને સમાજનું વિભાજન કરવાનો પ્રયાસ નહીં કરે.

(6:43 pm IST)