Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

UK: શિખર સંમેલનમાં મોદી જશે

કૌભાંડી વિજય માલ્યાને દૂર રખાશે

નવી દિલ્હી તા. ૧૧ : પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી બ્રિટનમાં યોજાનાર 'કોમનવેલ્થ હેડ ઓફ ગર્વમેન્ટ'ના શિખર સંમેલનમાં સામેલ થશે.આ સંમેલન ૧૮-૧૯ એપ્રિલે યોજાનાર છે. આ દરમિયાન મોદી કેટલીક દ્વીપક્ષીય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.તો બીજી તરફ અન્ય કાર્યક્રમો જેવા કે સાયન્સ મ્યૂઝિયમ અને ક્રિસમસ ઇન્સ્ટિટ્યૂટમાં તેઓ મુખ્ય મહેમાન બનશે.

અન્ય કાર્યક્રમની વાત કરીએ તો સાયન્સ મ્યુઝિયના કાર્યક્રમમાં પ્રિન્સ ચાર્લ્સ પણ હાજર રહેશે.જયા આયુર્વેદિક સેન્ટરના ઉધ્ઘાટન સમારોહમાં મોદી અને પ્રિન્સ ચાર્લ્સ ઉપસ્થિત રહેશે. આપને જણાવી દઇએ કે આ સંમેલનને લઇને વિદેશ મંત્રાલય મંત્રણા કરી રહ્યુ છે.

જુન ૨૦૧૬માં લંડનના એક યોજાનારા કાર્યક્રમમાં ભારતના હાઇ કમિશ્નર નવતેજ સરના પણ હાજર હતા. ત્યા વિજય માલ્યા પણ હાજર રહ્યો હતો. તેમને જોઇને હાઇ કમિશ્નર કાર્યક્રમ છોડી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ વિદેશ મંત્રાલયે સફાઇ આપી હતી કે કાર્યક્રમનુ આયોજન ભારતીય ઉચ્ચાયુકતે કર્યુ ન હતુ.આપને જણાવી દઇએ તે માલ્યા પર ૯૦૦૦ કરોડથી વધુનું દેવું છે.વિજય માલ્યાના કિંગફિશર એરલાઇન્સે ૩૧ જાન્યુઆરી ૨૦૧૪ સુધીના ૧૭ બેન્કોના ૬,૯૬૩ કરોડ રૂપિયા બાકી છે.માલ્યા ૨૦૧૬થી લંડનમાં રહે છે.ઇડી અને સીબીઆઇએ તેમની શોધખોળ શરૂ કરી છે.ઇડીએ અનેક વખત સમન પણ પાઠવ્યુ હતુ.

(4:17 pm IST)