Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

પૌરાણીક વનસ્પતિના પ્રકાંડ જાણકારઃ બિરબલ સાહની

પૂરું નામ : બિરબલ સાહની જન્મ : ૧૪ નવેમ્બર ૧૮૯૧,શાહપુર (હાલમાં પાકિસ્તાનમાં)કાર્યક્ષેત્ર : પુરાવનસ્પતિ શાસ્ત્રરાષ્ટ્રીયતા : ભારતીય , અભ્યાસ : લંડન યુનિવર્સિટીમાંથી ડોક્ટર ઓફસાયન્સની ઉપાધિ , પુરસ્કાર : ૧૯ર૯માં કેમ્બ્રિજ વિશ્વ વિદ્યાલયમાં એસસી.ડી.ની ઉપાધિથી સન્માનિત કર્યા , મૃત્યુ : ૧૦ એપ્રિલ ૧૯૪૯ બિરબલ સાહનીનો જન્મ ર૪ નવેમ્બર૧૮૯૧માં શાહપુર જિલ્લા(હાલમાં પાકિસ્તાનમાં)નાભેડા નામના ગામમાં થયો હતો. તેમના પિતા પ્રો.રૂચિરામ સાહની એકવિદ્વાન, શિક્ષણશાસ્ત્રી અનેસમાજ સેવક હતા જેનાથી ઘરમાં બૌદ્ધિક અને વૈજ્ઞાનિક વાતાવરણ બની રહેતું હતું. પિતાએ બિરબલની વૈજ્ઞાનિકરૂચિ અને જિજ્ઞાસાનેનાનપણથી જ વધારી.બિરબલને બાળપણથી જ પ્રકૃતિથી બહુ લગાવ હતો અને આસપાસના રમણીક સ્થાન,લીલાછમ્મ ઝાડ-છોડ વગેરે તેઓને મુગ્ધ કરતા હતા.

 બિરબલ સાહનીનું પ્રારંભિક શિક્ષણ લાહોરના સેન્ટ્રલ મોડલ સ્કૂલમાં થયું અનેતેના પછી ઉચ્ચ શિક્ષણ માટે ગવર્નમેન્ટ કોલેજ યુનિવર્સિટી, લાહોર અને પંજાબ યુનિવસ્ર્િાટીગયા.

ડો.બિરબલ સાહની એકભારતીય પુરાવનસ્પતિ વૈજ્ઞાનિકહતા. જેમણે ભારતીય ઉપમહાદ્વીપના જીવાવશેષોનોઅભ્યાસ કરી આ ક્ષેત્રમાંમહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેએક ભૂવૈજ્ઞાનિક પણ હતા અને પુરાતત્ત્વમાં પણ ઊંચી રૂચિ રાખતા હતા. તેમણે લખનૌમાં 'બિરબલ સાહની ઈન્સ્ટીટ્યુટ ઓફ બોટનીની સ્થાપના કરી. તેમણે ભારતની વનસ્પતિઓનો અભ્યાસ કર્યોઅને પુરાવનસ્પતિ શાસ્ત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. આવિષયો પર અનેકો પત્ર અનેજર્નલ લખવાની સાથે-સાથે બિરબલ સાહની નેશનલ એકેડેમી ઓફ સાયન્સ-ભારતનાઅધ્યક્ષ અને ઈન્ટરનેશનલ બોટેનિકલ કોંગ્રેસ સ્ટોકહોમના માનદ અધ્યક્ષ રહ્યા.

તેમણે હડપ્પા,મોહેંજોદડો તેમજ સિંધુ ઘાટીના ઘણા સ્થળોનોઅભ્યાસ કરી એ સભ્યતાના વિશે અનેક નિષ્કર્ષ કાઢ્યા. તેમણે સિંધુ ઘાટી સભ્યતાના એક સ્થળ રોહતકનો અભ્યાસ કર્યો અને જાણ્યું કે  જે લોકો  સદીઓ પહેલાં અહીં રહેતા હતા એક વિશેષ પ્રકારના સિક્કાને બનાવવાના જાણકાર હતા.તેમણે ચીન, રોમ, ઉત્તરી આફ્રિકા વગેરેમાં પણ સિક્કા ઢાળવાની વિશેષ ટેકનિકનો અભ્યાસ કર્યો. તે જૂની વનસ્પતિના પ્રકાંડવિદ્વાન હતા અને પોતાનું જ્ઞાનપોતાના સુધી જ સીમિત રાખવામાંગતા નહોતા. એટલે વિદ્યાર્થીઓ અને યુવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપતા હતા. ડો.બિરબલ સાહની એક જૂના વનસ્પતિ સંસ્થાનની સ્થાપના   કરવા માંગતા હતા. જેના માટે આવશ્યક સંસાધન મળવવા એક સમસ્યા હતી પણ તેમણે થોડાક પ્રયાસોમાં જ સફળતા મળી ગઈ અને ૩ એપ્રિલ૧૯૪૬એ પં.જવાહરલાલ નહેરૂએ બિરબલ સાહની સંસ્થાનની આધાર શિલારાખી.

ડો. સાહની પોતાનું બાકીનું જીવન પૂરા વનસ્પતિ વિજ્ઞાનના અભ્યાસ, શોધ અને વિકાસમાં લગાવવા માંગતા હતા ડો.બિરબલ સાહની એ વનસ્પતિ વિજ્ઞાનના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું જેની દેશ-વિદેશમાં પ્રશંસા થઈ અને સન્માનિક કરવામાં આવ્યા.૧૯૩૦ અને ૧૯૩પમાં તેમને વિશ્વ કોંગ્રેસ પૂરા વનસ્પતિશાખાના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા.

સપ્ટેમ્બર ૧૯૪૮માં અમેરિકાથી પાછા ફર્યા પછી તે અસ્વસ્થ થઈ ગયા અને તેમનું શરીર કમજોર થઈ ગયું. ૧૦ એપ્રિલ ૧૯૪૯ એ હૃદયરોગનો હુમલો આવવાથીઆ મહાન વૈજ્ઞાનિક પરલોકની યાત્રાએ નીકળી ગયા.

(4:00 pm IST)