Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

બિરલા સમુહના સ્થાપક ગાંધીજીના પરમ વિશ્વાસુઃ ઘનશ્યામદાસ બિરલા

પૂરું નામ : ઘનશ્યામદાસ બિરલાજન્મ : ૧૦ એપ્રિલ - ૧૮૯૪ (પિલાની, રાજસ્થાન)કાર્યક્ષેત્ર : ઉદ્યોગપતિ, બી.કે.કે.એમ. બિરલા સમૂહના સંસ્થાપક  રાષ્ટ્રીયતા : ભારતીય પુરસ્કાર : ૧૯પ૭  પદ્મવિભૂષણ વિશેષ : ૧૯૪૩માં બિરલા એન્જિનિયરિંગ કોલેજ (વર્ષ૧૯૬૪માં એનું નામ 'બિરલા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ')મૃત્યુ : ૧૧ જૂન-૧૯૮૩ (મુંબઈ-મહારાષ્ટ્ર) ઘનશ્યામદાસ બિરલાનો જન્મ ૧૦ એપ્રિલ ૧૮૯૪માં રાજસ્થાનના વિલાની ગામમાં એક મારવાડી પરિવારમાં થયો હતો.ઘનશ્યામદાસ બિરલા ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને બિરલા સમૂહના સંસ્થાપક હતા.  તેમના દ્વારા સ્થાપિત બી.કે.કે. એમ.બિરલા સમૂહની પરિસંપત્તિઓ લગભગ ૧૯પ અરબ રૂપિયાથી વધારે છે. સ્વાધિનતા આંદોલનના સમયેપણ તેમનું અમૂલ્ય યોગદાન રહ્યું. સ્વતંત્રના આંદોલન દરમિયાન તેમણે પૂંજીપતિઓથી રાષ્ટ્રીય આંદોલનનું સમર્થન કરવા

ઘનશ્યામ દાસે સવિનય અવજ્ઞા આંદોલનનું સમર્થન કર્યું અને રાષ્ટ્રીય આંદોલન માટે અનેક મોકા પર આર્થિક સહાયતા પણ આપી. એની સાથે-સાથે તેમણે સામાજિક કુરીતિઓનો પણ વિરોધ કર્યો અને વર્ષ ૧૮૩રમાં ગાંધીજીના નેતૃત્વમાં હરિજન સેવક સંઘના અધ્યક્ષ બન્યા. તે મહાત્માગાંધીના નજીકના મિત્ર,સલાહકાર તેમજ સહયોગીહતા. તેમના દ્વારા સ્થાપિત બિરલા સમૂહનો મુખ્ય વ્યવસાય કપડા, વિસ્કટ ફિલામેંટ યાર્ન, સિમેન્ટ, રાસાયણિક પદાર્થ, વીજળી,ઉર્વરક, દૂરસંચાર, નાણાકીય તેમની ઉત્કૃષ્ટ સેવાઓ માટે ભારત સરકારે સન ૧૯પ૭માં તેઓને પદ્મ વિભૂષણની ઉપાધિથી સન્માનિત કર્યા. તે ભારતીય વાણિજ્ય તેમજ ઉદ્યોગ મહાસંઘ(ફિક્કી)ના પણ સહસંસ્થાપક હતા. આ સંસ્થાભારતના વ્યાપારિક સંગઠનોનું સંઘ છે. ઘનશ્યામદાસનેપારિવારિક વેપાર અને ઉદ્યોગ વારસામાં મળ્યું જેનો  વિસ્તાર તેમણે અલગ-અલગ ક્ષેત્રોમાં કર્યો. વર્ષ ૧૯૧૯માં તેમણે પ૦ લાખની મૂડીથી 'બિરલા બ્રધર્સ લિમિટેડ'નીસ્થાપના કરી અને તે જ વરસ ૧૯ર૬માં તેમને બ્રિટિશ ઈન્ડિયાના કેન્દ્રીય વિધાનસભા માટેપસંદ કરવામાં આવ્યા.૧૯૩રમાં તેમણે મહાત્માગાંધીની સાથે મળીને દિલ્હીમાં હરિજન સેવક સંઘની ૧૯૪૦ના દાયકામાં તેમણે 'હિન્દુસ્તાન મોટર્સ'ની સ્થાપના કરીકાર ઉદ્યોગમાં કદમ રાખ્યો. દેશની આઝાદી પછી ઘનશ્યામદાસ બિરલાએ ઘણા પૂર્વવતયુરોપિયન કંપનીઓને ખરીદીને ચા અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં નિવેશ કર્યું. ભારત છોડો આંદોલન દરમિયાન ઘનશ્યામદાસને એક એવી વ્યાવસાયિક બેંક સ્થાપિતકરવાનો વિચાર આવ્યો જે પૂર્ણતા ભારતીય મૂડી અને જોગવાઈથી બનેલ હોય. આ પ્રકારે યુનાઈટેડ કોમશિયલ બેંકની સ્થાપના ૧૯૪૩માં કોલકાતામાં કરવામાં આવી. આ ભારતની સૌથી જૂની વ્યાવસાયિક  બેંકોમાંથી  એક છે અને એનું નામ હવે યુકોબેંક થઈ ગયું છે. ૧૧ જૂન ૧૯૮૩એ મુંબઈમાં તેમનું નિધન થયું.

(4:00 pm IST)