Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા ત્યાર પહેલાની પોર્નસ્ટાર સાથેની એક રાત...

પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સનો પેન્ટહાઉસ મેગેઝીન સમક્ષ બિલકુલ નગ્નાવસ્થામાં ઇન્ટરવ્યૂ ખળભળાટ મચાવશે

વોશિંગટન: અમેરિકાની સુપર પોર્ન સ્ટાર ગણાતી સ્ટોર્મી ડેનિયલ્સે તાજેતરમાં પ્રસિદ્ધ પેન્ટહાઉસ મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અગાઉ એક રાત્રી માટે આપેલા શારીરિક સુખ અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કરી સહુને અચંબામાં મૂકી દીધા હતા. જેને મેગેઝીનના પ્રવક્તાએ પણ અદભુત ગણાવ્યો હતો. આ ઇન્ટરવ્યૂ સ્ટોર્મીએ પેન્ટહાઉસ મેગેઝીનમાં કવરેજ માટે બિલકુલ નગ્નાવસ્થામાં આપ્યો હતો.

જયારે તેને પૂછવામાં આવ્યું કે આ સેક્સભૂખ સંતોષવા માટે કેટલી રકમ ચૂકવાઈ હતી ત્યારે તેણે ચાલાકીભર્યો જવાબ આપતા જણાવ્યું હતું કે આ અંગે તેણે શા માટે કઈ ચોખવટ કરવી જોઈએ?

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ટ્રમ્પએ 2006 ની સાલમાં તેની સાથે કથિત અસલામત સેક્સ માણ્યું હતું. પરંતુ 2011 ની સાલમાં તેને મોઢું બંધ રાખવા જણાવાયું હતું તેમ કેહવામાં આવી રહ્યું છે. તથા 2016 ની સાલની પ્રેસિડન્ટ પદની ચૂંટણી પહેલા ટ્રમ્પના પર્સનલ એટર્નીએ આ કથિત સેક્સની વાત ગુપ્ત રાખવા માટે સ્ટોર્મીને 1,30,000 ડોલર ચૂકવ્યા હતા, તે બાબત જાહેર થઇ ચુકેલી છે.

પેન્ટહાઉસ સાથેનો સ્ટોર્મી ડેનિયલ્સના આ ઇન્ટરવ્યૂને જો કરારભંગ અથવા વચનભંગ તરીકે માનવામાં આવશે તો તેને 1 મિલિયન ડોલરની પેન્લટી લાગી શકે છે, તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

આ ટોપ-હેવી પોર્ન સ્ટાર, જેમનું સાચું નામ સ્ટેફની ક્લિફોર્ડ છે, તેણે પેન્ટહાઉસના મે-જુનના ઈશ્યુ માટે પૂર્ણ નગ્નાવસ્થામાં પોઝ આપ્યા છે, જે આ મહિનાના અંતમાં વેચાણમાં મુકાશે. સ્ટોર્મીના આ ઈન્ટરવ્યુંથી જબરદસ્ત ખળભળાટ મચી જવા પામશે તેમ મનાઈ રહ્યું છે...

(3:16 pm IST)