Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ચીની સેના માટે બન્યું રડાર જે બે કિલોમીટર દુરથી મચ્છરોને મારી નાખશે

બીજીંગ તા.૧૧: ભલે સાંભળવામાં  મજાક લાગતી હોય, પણ ચીનમાં ગીચ જંગલમાં તહેનાત થયેલા સૈનિકોની સેફટી માટે વૈજ્ઞાનિકો પાવરફુલ રડાર શોધી રહયા છે અને એમાં તેમને સફળતા પણ મળી છે. ગીચ જંગલના વિસ્તારમાં જંગલી પ્રાણીઓથી બચવા માટે સૈનિકો તેમને આપવામાંઆવેલા હથિયારોનો ઉપયોગ કરી શકે છે, પરંતુ મચ્છરો સામે હેલ્પલેસ હોય છે. આ મચ્છરો, મલેરિયા, ડેન્ગી અને ઝિકા જેવા વાઇરસનો ફેલાવો કરીને બીમારી ફેલાવે છે. એ જ કારણોસર ચીન એવું રડાર શોધી રહયું છે. જે  બે કિલોમીટર દુર સુધીના વિસ્તારમાં મચ્છરોની સેના પ્રવેશતાં જ એને ખતમ કરીનાખે. જેમ દુર છુપાયેલા દુશ્મનોને મારવા માટે મિસાઇલ અને ગોળીઓ વરસાવાય છે એમ બીજિંગ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીના નિષ્ણાંતોએ મચ્છર મારનારા રડારનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે. જો પ્રયોગશાળામાં એને સફળતા મળશે તો નીચી સેનાને આ રડાર આપવામાં આવશે. (૪.ર૮)

(11:42 am IST)