Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

જૂનમાં ટ્રમ્પ - કીમ જોંગ મંત્રણા? ગોઠવાતો તખ્તો

વોશિંગ્ટન તા. ૧૧ : અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપતા જણાવ્યું છે કે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે જો આગામી મહિને મુલાકાત શકય નહીં બને તો, જૂન મહિનાની શરુઆતમાં બન્ને નેતાઓ વચ્ચે બેઠક યોજાશે. આ બેઠકને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે આશાવાદી વલણ દર્શાવ્યું છે. મહત્વનું છે કે, ઉત્તર કોરિયા પોતાના પરમાણુ કાર્યક્રમ પર રોક લગાવવા તૈયારી દર્શાવી ચુકયું છે. ઉત્તર કોરિયાના આ નિવેદન બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગ સાથે મુલાકાત કરવા તૈયારી દર્શાવી છે.

(11:41 am IST)