Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

બાળકીનું ગળુ દાબી માથામાં પથ્થરો માર્યાઃ હત્યા પહેલા એક પોલીસે બધાને રોકીને કહયું, ઉભા રહો, મારે હજુ એકવાર બળાત્કાર કરવો છેઃ ધ્રુજારી છોડાવી દે તેવી ઘટના

૮ વર્ષની એ બાળા ઉપર ધર્મસ્થળમાં નરાધમોએ રાક્ષસોને શરમાવે તેવા ભયાનક અત્યાચાર સાથે બળાત્કાર ગુજાર્યો

કથુઆ (જમ્મુ - કાશ્મીર) : એક ધર્મ સ્થળ કે તેના પ્રાર્થના ખંડમાં ૮ વર્ષની માસુમ બાળા ઉપર આ ઘટનાના માસ્ટર માઇન્ડે ક્રુર વિધીઓ કર્યા પછી ૩ - ૩ વખત ગેંગ રેપથી હૈયુ હચમચાવતી ઘટના બહાર આવી છે. આ પૈકીના એક બળાત્કારીને તેની ભોગલાલસા સંતોષવા ઠેઠ મેરઠથી બોલાવવામાં આવેલ એકસપ્રેસના મુઝમીલ જલીલના પ્રસિધ્ધ થયેલા હેવાલમાં જણાવાયુ છે કે આ ૮ વર્ષની બાળકીને ઘેનની દવાઓ આપી પુરી રખાયેલ, તે પછી તેનું ગળુ દાબી તેના માથા ઉપર મોટા પથ્થરના બે ઘા ઝીંકવામાં આવેલ.

આ બાળકી મૃત્યુ પામી છે તેની ખરાઇ થાય તે પુર્વે એક આરોપી એવા પોલીસ ઓફિસરે બીજા ત્યાં હાજર રહેલા પીશાચોને કહેલ કે ''થોડી રાહ જુઓ, તેને છેલ્લી વખત હજુ બળાત્કાર કરી લેવો છે'' તેમ ઇન્ડિયન એકસપ્રેસનો  આ ધ્રુજારી છોડાવી દેતા હેવાલમાં જણાવાયું છે.

આ તમામ લોકો જમ્મુ નજીક આવેલ કથુઆના રાસના નામના ગામડામાં રહેતા બાખેરવાલ મુસ્લિમોની ભટકતી કોમના સભ્યો છે.

જમ્મુ - કાશ્મીર પોલીસની ક્રાઇમબ્રાંચે રજુ કરેલ ૧૮ પાનાના ચાર્જિશીટમાં ૮ આરોપી ઉપર બળાત્કાર અને ખુનની કલમો લગાવી છે. આ બાળા ૧૦ જાન્યુઆરીએ ગુમ થયેલ છે અને ૭ દિવસ પછી નજીકના જંગલમાંથી તેને લાશ મળી આવેલ.

આ નરાધમ રાક્ષસોએ સમગ્ર બનાવના ઢાંક પિછોડા માટે સ્થાનિક પોલિસને દોઢ લાખ રૂપિયા લાંચ સ્વરૂપે અપાયા હતા. પોલીસ જાણતી હતી કે, આ બાળકીને કયાં રખાયેલ છે અને ગુન્હાને પ્રારંભમાં છાવરવા મદદ કરી હતી.

સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં આ હેવાનીયતની ચરમસીમા વળોટતી ઘટનાએ આક્રોશ સર્જયો હતો.

થુઆમાં આ બનાવે કોમી સ્વરૂપ પકડયું હતું. બાખેરવાલ સમાજે વિરોધ દર્શાવ્યા પછી સમગ્ર તપાસ જમ્મુ - કાશ્મીર ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવેલ. આરોપીઓના ટેકામાં રાજકારણીઓ દ્વારા હિન્દુ એકતા મંચ નામની સંસ્થા ઉભી કરવામાં આવેલ. મહેબુબા મુફતી સરકારમાં રહેલા ભાજપના બે પ્રધાનો લાલ સીંઘ અને ચંદર પ્રકાશ ગંગાનું આ મંચને સમર્થન મળેલ.

સમગ્ર ઘટનાનો માસ્ટર માઇન્ડ રીટાયર્ડ રેવન્યુ ઓફિસર સાન્જી રામ છે. જેની સાથે ૮ની ધરપકડ કરી છે. તેમાં સાંજી રામનો પુત્ર જણગોત્રી અને ભત્રીજો પણ છે, જે સગીર છે. ક્રાઇમ બ્રાંચે આ ઉપરાંત સ્પેશ્યલ પોલીસ ઓફિસર દીપક ખજુરીયા અને સુરીન્દર કુમાર, રાસનાનો રહેવાસી પરવેશ કુમાર, આસી. સબ ઇન્સ. આનંદ દત્તા અને હેડ કોન્સ. તિલક રાજને પકડી લીધેલ છે. દત્તા અને રાજની ધરપકડ પુરાવાના નાશ માટે થઇ છે.

ચાર્જશીટ મુજબ આ ૮ વર્ષની બાળાના પિતા મોહમ્મદ યુસુફે ફરિયાદ નોંધાવેલ. તેની પુત્રી ઘોડા ચરાવવા ગયેલ અને પાછી નથી આવી. પોલીસે રામના ભત્રીજાની ધરપકડ કરી. બાખેરવાલ સમાજે ઢાંક પીછોડો કરાયાના આક્ષેપો કરતા આ ધરપકડ થયેલ અને પછી ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપી દેવાયેલ.

માસ્ટર માઇન્ડ રામનો ભત્રીજો ઘેનની ગોળીઓ લઇ આવેલ અને ઘોડા ચારતી ૮ વર્ષની બાળાનું રામ ખજુરીયા પરવેશકુમાર મન્નુ - રામના પુત્ર અને ભત્રીજાએ અપહરણ કર્યું. બાળા ભાગવા ગયેલ પણ સગીર વયના ભત્રીજાએ તેને ગળેથી ઝડપી લઇ મોઢું દાબી અને જમીન પર પછાડી દીધેલ. બાળકી બેશુધ્ધ બની ગયેલ. એ પછી જંગલમાં આ સગીરે બળાત્કાર ગુજાર્યો, પછી મનુએ પણ રેપ માટે પ્રયાસ કર્યો. તે પછી ધર્મસ્થળમાં ટેબલ નીચે બે પ્લાસ્ટીક મેટ ઓઢાડી રાખી દીધેલ. બીજા દિવસે બાળકીના પિતા આ ધર્મસ્થળે આવેલ, બાળકીની પૃચ્છા કરેલ.  ખજુરીયા અને આ સગીરે ફરી તેના મોઢામાં ઘેનની ગોળીઓ અને પાણી પીવડાવી દીધું એ પછી મેરઠથી વિશાલ જણગોત્રાને પણ મોજ માણવી હોય તો આવી જા એમ કહી બોલાવેલ.

પોલીસે આ બધાને શોધી કાઢતા મોઢું બંધ રાખવા ૧ાા લાખ અપાયા, એ પછી ફરી આ આદિવાસી બાળા ઉપર દિવસો સુધી બળાત્કાર થયો અને છેલ્લે તેને મારી નાખતા પૂર્વે, મન્નુએ પણ હવસ સંતોષી મૃતપાય બાળા ઉપર ક્રૂર બળાત્કાર ગુજારેલ. આ પછી એક આરોપીએ બાળાને ક્રૂરતમ હત્યા કર્યાનું ચાર્જશીટમાં જણાવ્યું છે.

(4:01 pm IST)
  • ગુજરાતની જાહેરક્ષેત્રની કંપની જીએનએફસી દ્વારા સસ્તી કીમતની મેટ્રેસીસ-ગાદીઓ બનાવવાનો જય હિંદ મેટ્રેસીસ પ્રોજેક્ટ શરુ કર્યો છે. GNFC અને અગ્રણી પોલિયુરેથિન કંપનીની આ યોજના હાલ ખાસ પાઇલોટ પ્રોજેક્ટના સ્તર પર છે. ગ્રામીણ ગુજરાતના લોકોને PU ફોમ મેટ્રેસીસ સસ્તા ભાવે મળશે. GNFCએ ટોચના ગાદલાં નિર્માતાં કંપની સ્લીપવેલ સાથે ટાઇઅપ કર્યું છે. access_time 12:21 am IST

  • સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે ડેટાલીક મામલે વધુ એક વખત માફી માંગી છે. ઝકરબર્ગ આ વખતે અમેરિકી કોંગ્રેસ સમક્ષ રજૂ થયા અને માફી માંગી છે.આ સાથે જ તેઓએ અમેરિકી કોંગ્રેસના સેનેટરના તીખા સવાલોનો સામનો કરવો પડ્યો. જો કે આમ કરવાથી ફેસબુકના શેર્સમાં 280 કરોડ ડૉલર એટલે કે 18200 કરોડ રૂપિયાનો લાભ થયો છે. access_time 12:21 am IST

  • લે.. નોબેલ પુરસ્કાર વિજેતાના નામ લીક! : નોબેલ સંસ્થા સાથે જોડાયેલી મહિલાના પતિએ નોબેલ પુરસ્કાર વિજેતાઓના નામ લીક કર્યા નો કેસ કર્યો છે. અર્નાલ્ટ નામના માણસે અનેક વખત યાદી જાહેર કરી દીધી હતી. access_time 12:44 pm IST