Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

હનીટ્રેપ ?: યુક્રેનની મોડલ સાથે આઈપીએસની તસ્વીરથી હોબાળો મોડલની ધરપકડ :ડ્રાયવિંગ લાયસન્સ જપ્ત ફોરેન્સિક મદદ મંગાઈ

 

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ કેડરના એક આઈપીએસ અધિકારીની તસ્વીર યુક્રેનની એક મોડલ સાથે દેખાતા હોબાળો મચ્યો છે તસવીરમાં મોડલે આઈપીએસ અધિકારીનો યુનિફોર્મ પહેર્યો છે. જોકે સ્પષ્ટ થઈ શક્યું નથી કે યુનિફોર્મ અધિકારીનો છે કે બીજા કોઈનો. મામલે ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ફોરેન્સિક મદદ માગી છે.

  ઉત્તર પ્રદેશ પોલીસે ગેરકાયદે દસ્તાવેજોને આધારે દેશમાં ફરવાના આરોપમાં મોડલની ધરપકડ કરી છે. પોલીસને જાણવા મળ્યું છે કે, મોડલ ઘણી ગુનાઇત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે. તેની પાસેથી બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે.

  તે ભારતથી નેપાળના રસ્તે કોઈ પશ્ચિમ એશિયન દેશ જવાની હતી, પરંતુ તે પહેલાં તેની ધરપકડ કરી લેવાઈ છે. ઉત્તર પ્રદેશ પોલીસ એસટીએફે તેની ગોરખપુરની હોટેલમાંથી ધરપકડ કરી છે. તેની પાસેથી હજાર ડોલર, આઈપેડ અને બે સેલફોન જપ્ત કરાયા છે. એસટીએફને તેના ફોનમાંથી આઈપીએસ ઓફિસરની તસવીર પણ મળી છે.

   તસવીરમાં મોડલ અને ઓફિસર ખૂબ નજીક દેખાઈ રહ્યાં છે. એવું કહેવાય છે કે, આઈપીએસ હાલ પશ્ચિમ બંગાળ પોલીસમાં ડીજી પદ પર કાર્યરત છે. કેન્દ્ર સરકારમાં પણ તે મહત્ત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે. યુપી એસટીએફ વિશે આઈપીએસ અધિકારીની પૂછપરછ કરવા માગે છે. અધિકારીઓને હની ટ્રેપનો મામલો હોવાનો ડર છે. કોઈ ઓફિસરનું નામ વિવાદમાં આવ્યું હોય તેવું પહેલી વાર બન્યું નથી. બહુચર્ચિત શીના બોરા મર્ડર કેસની મુખ્ય આરોપી ઇન્દ્રાણી મુખરજી સાથે પણ તેનું કનેક્શન હોવાનું કહેવાય છે. પહેલાં સીબીઆઈ અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અધિકારીની તપાસ કરી ચૂક્યાં છે.

(9:27 am IST)