Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કેનેડામાં પેશન્ટ્સની મરજી કે જાણકારી વિના ડૉક્ટરે પોતાના સ્પર્મથી કેટલીય મહિલાઓને પ્રેગ્નન્ટ કરી !!

11 બાળકોને બાયોલોજિકલ પિતા બની ગયો :ડીએનએ તપાસમાં ખુલાસો

 

ટોરેન્ટોઃ કેનેડાના એક ફર્ટિલિટી ડૉક્ટર વિરુદ્ધ તેના પેશન્ટ્સની મરજી કે જાણકારી વિના પોતાના સ્પર્મથી કેટલીય મહિલાઓને પ્રેગ્નન્ટ કરી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે અને હવે તે 11 બાળકોને બાયોલોજિકલ પિતા બની ગયો છે .

  ડૉક્ટર નૉર્મન બારવિન વિરુદ્ધ 2016માં પહેલો મામલો સામે આવ્યો હતો, જ્યારે ઓટાવાના એક પરિવારે ડૉક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરિવારે દાવો કર્યો હતો કે ડૉક્ટરે વર્ષ 1990માં મહિલાના પતિના સ્પર્મની જગ્યાએ પોતાના સ્પર્મથી પ્રેગ્નન્ટ કરી હતી. મામલા સાથે જોડાયેલા વકીલોએ જણાવ્યું કે એમણે વિવિધ 150 પેશન્ટ્સ સાથે ડૉક્ટર વિશે વાતચીત કરી છે.

  વકીલોએ જણાવ્યું કે ડીએનએ તપાસમાં જાણવા મળ્યું કે ઇલાજ માટે ડૉક્ટર પાસે ગયાં તેવા પેશન્ટ્સના 11 બાળકોના જૈવિક પિતા ખુદ ડૉક્ટર છે. વધુ એક મામલો સામે આવ્યો જેમાં 16 લોકોએ ફરીયાદ કરી હતી કે તેમણે કરાવેલા ડીએનએ ટેસ્ટમાં તેમના બાળકનો બાયોલોજિકલ પિતા બીજું કોઇક હોવાનું માલુમ પડ્યું.

  ઉપરાંત અન્ય 35 લોકોએ ફરિયાદ કરી છે કે તેમણે જે સ્પર્મને પસંદ કર્યું હતું તેની સાથે તેમના બાળકોનો ડીએનએ મેચ નથી થઇ રહ્યો. મામલે ડૉક્ટર બારવિનના વકીલ સાથે વાત કરવાની કોશિશ કરવામાં આવી તો તેમણે જવાબ આપવાની ના પાડી દીધી.

(12:00 am IST)