Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

બ્રિટનના રાજકુમાર હૈરીના લગ્ન સમારંભમાં ટ્રમ્પ, ઓબામા અને ટેરેસા મેં ને આમંત્રણ નથી અપાયું

 

બ્રિટનના રાજકુમાર હૈરી અને મોડલ-એક્ટ્રેસ ગર્લફ્રેન્ડ મેગન મર્કેલના લગ્ન સમારંભમાં દુનિયાભરની જાણીતિ હસ્તિઓ શામેલ થશે.પરંતુ અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ, ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરકા ઓબામા અને બ્રિટનના વડાપ્રધાન ટેરેસા મે જેવી હસ્તિઓ શામેલ નહીં થાય ટ્રમ્પ, ઓબામા અને મે ને લગ્ન માટે આમંત્રણ અપાયું નથી વ્હાઈટ હાઉસ અને રાજ પરિવાર તરફથી જાણકારી અપાઈ છે

    એમ કહેવાય છે કે લગ્નમાં કોઈ પણ રાજકીય હસ્તીને બોલાવવામાં આવી નથી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાને બ્રિટનના રાજકુમાર પ્રિંસ હેરીના ખુબ નજીકના માનવામાં આવે છે, પરંતુ તેઓ પણ લગ્નમાં નહીં શામેલ થાય. જો ઓબામા દંપતિને આમંત્રણ આપવામાં આવ્યું છે કેમ તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી.

   જોકે કેન્સિંગ્ટન પેલેસના પ્રવક્તાએ કહ્યું છે કે, વૈશ્ચિક નેતાઓ અને રાજકીય હસ્તીઓને તેમની સત્તાવાર પદના કારણે લગ્નમાં નથી બોલાવવામાં આવી રહ્યાં. બાબતે સરકાર સાથે ચર્ચા થઈ હતી. અંતે રાજ પરિવારે બાબતે નિર્ણય લીધો છે. જો કે એક ઈન્ટરનેશનલ સમાચાર એજન્સીએ દાવો કર્યો છે કે, ઘણા વૈશ્ચિક રાજનેતાઓને લગ્નમાં આમંત્રણ આપવામાં આવી શકે છે. પરંતુ જો આમ થશે તો પ્રિંસ હેરી અને મેગન સાથેના રાજનેતાઓના અંગત સંબંધોના કારણે થશે.

   બ્રિટનના શાહી પરિવારના રાજકુંવરના લગ્ન 19 મેએ લેવાશે. કહેવાય છે કે લગ્ન માટે તૈયાર કરવામાં આવેલા લિસ્ટમાં બે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાનું એક કારણ જ્યાં લગ્ન થવાના છે તે સેંટ જ્યોર્જ ચેપલ ઘણો નાનો છે. માટે વધારે મહેમાનોનો સમાવેશ થઈ શકે તેમ નથી. જ્યારે બીજુ કારણ છે કે, હાલ પ્રિંસ હેરી રાજગાદીના સીધા ઉત્તરાધિકારી નથી. તેમના મોટા ભાઈ પ્રિંસ વિલિયમ્સ તેમના પહેલા રાજગાદી પર બિરાજશે.

(9:24 am IST)