Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના કાકા અને ધારાસભ્ય વચ્ચેની કથિત વાતચીતનો ઓડિયો વાયરલ

બીજો વીડિયો પણ વાઇરલ થયો જેમાં કેટલાક દસ્તાવેજો પર પીડિતાના પિતાના અંગૂઠાની છાપ લેવામાં આવી રહી છે

લખનઉઃ ઉત્તર પ્રદેશની બાંગરમઉ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લાગ્યા બાદ આ કેસમાં હવે પીડિતાના કાકા અને ધારાસભ્ય વચ્ચે કથિત વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે.ઓડિયો ક્લિપમાં પીડિતાના કાકા ધારાસભ્યને કહી રહ્યા છે કે, બાળકોને મારવા એ સારી વાત નથી. સોશિયલ મીડિયા પર એક બીજો વીડિયો પણ વાઇરલ થયો છે, જેમાં કેટલાક દસ્તાવેજો પર પીડિતાના પિતાના અંગૂઠાની છાપ લેવામાં આવી રહી છે.

   પીડિતાના પિતાના ત્રણ ભાઈ હતા, જેમાંથી પીડિતાના પિતા સહિત એક અન્યનું મોત થઈ ચૂક્યું છે, જ્યારે એક ભાઈ દિલ્હીમાં રહે છે  સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ ત્રણ ભાઈઓ પણ કુલદીપસિંહ સેંગરના માખી ગામના જ રહેવાસી છે. પહેલાં પીડિત પક્ષ અને આરોપી પક્ષ વચ્ચે મિત્રતા હતી, પરંતુ બાદમાં તે દુશ્મનીમાં ફેરવાઈ ગઈ. લોકોએ નામ ન લખવાની શરતે કહ્યું કે, ભાજપના ધારાસભ્ય સેંગરનો ભાઈ અતુલસિંહ સેંગર ઘણા કેસોમાં આરોપી છે. તેની પર પોલીસ અધિકારીને ગોળી મારવાનો, ગુંડાગીરી કરવા સહિત ઘણા આરોપ છે. (અમે આ ઓડિયો અને વીડિયો ક્લિપની સાતત્યતાની પુષ્ટિ કરતા નથી

(12:00 am IST)