Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

12મીએ ઈસરો IRNSS-1આઈ ઉપગ્રહનું કરશે પ્રક્ષેપણ

 

નવી દિલ્હી :ઈસરોએ જીસેટ- ની નિષ્ફળતા ભુલીને વધુ એક વખત ઉપગ્રહ લોન્ચ કરવાની તૈયારી કરી છે.ઈસરો ૧૨ તારીખે IRNSS-1આઈ ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે  સેટેલાઈટને પીએસએલવી સી-41 દ્વારા શ્રીહરિકોટાથી વહેલી સવારે ચાર કલાકે લોન્ચ કરવામાં આવશે.

IRNSS-1 આઈની ખાસિયતોઈસરોના સેટેલાઈટ IRNSS-1 એચનું પ્રક્ષેપણ નિષ્ફળ રહ્યુ હતુ. તેથી તે ઉપગ્રહના સ્થાને IRNSS-1 આઈને છોડવામાં આવશે.

IRNSS-1 આઈના સફળ પ્રક્ષેપણથી સેટેલાઈટ મેપ તૈયાર કરવામાં સરળતા રહેશે. નેવિગેશનની પૂરી માહિતી મળશે સમુદ્રી નેવિગેશન સિવાય સૈન્ય ક્ષેત્રમાં પણ ઉપગ્રહ મદદરૂપ થશે.

સ્વદેશી જીપીએસ નાવિકની ઓપરેશનલ પ્રણાલી અંતર્ગત અત્યાર સુધી શ્રેણીના 8 ઉપગ્રહ છોડવામાં આવ્યા છે. જોકે IRNSS-1H સિવાય તમામ પ્રક્ષેપણ સફળ રહ્યા છે. જોકે ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ નેવિગેશનથી લઈને સેના માટે ઉપયોગી બની શકશે.

(12:00 am IST)