Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

‘ઇ-વેસ્‍ટ': સ્‍માર્ટ ફોન, લેપટોપ સહિત ઇલેકટ્રોનિક વેસ્‍ટેજમાંથી ઘર ઉપયોગી વસ્‍તુઓ બનાવવાનું અભિયાનઃ ઓસ્‍ટ્રેલિયાની સાઉથ વેલ્‍સ યુનિવર્સિટીના મહિલા પ્રોફેસર ભારતીય મૂળના સુશ્રી વીણા સહજવાલાએ વિશ્વની સૌપ્રથમ ઇ-વેસ્‍ટ માઇક્રોફેક્‍ટરીનું લોંચીંગ કર્યું

ઓસ્‍ટ્રેલિયાઃ ઇલેકટ્રોનિક વેસ્‍ટ આઇટમ્‍સ જેવી કે સ્‍માર્ટ ફોન, લેપટોપ વિગેરેના ભંગારના થતા ખડકલાનો ઉપયોગ કરી તેને રિ-સાઇકલીંગ દ્વારા ફરીથી ઉપયોગમાં લઇ શકાય તે માટે ઓસ્‍ટ્રેલિયાના એન્‍વાયરમેન્‍ટ મિનીસ્‍ટર સાથેના સંયુક્‍ત ઉપક્રમે ભારતીય મૂળના મહિલા પ્રોફેસર સુશ્રી વીણા સહજવાલાએ વિશ્વની સૌપ્રથમ ઇ-વેસ્‍ટ માઇક્રોફેક્‍ટરીનું લોચીંગ કરતી વેળાએ ભારતીય મૂળના મહિલા પ્રોફેસર સુશ્રી વીણા સહજવાલાએ જણાવ્‍યા મુજબ આ પ્રકારની ઇ વેસ્‍ટ માટેની માઇક્રોફેક્‍ટરી ઇન્‍ડિયન સ્‍ટુડન્‍ટસ માટે લોકપ્રિય બની ગઇ છે. આ ઇ વેસ્‍ટમાં રહેલી વસ્‍તુઓ જેવી કે ગ્‍લાસ, પ્‍લાસ્‍ટીક તથા લાકડાની વસ્‍તુઓમાંથી કોમર્શીયલ મટીરીયલ તથા પ્રોડક્‍ટ બનાવી શકાય છે તથા પર્યાવરણ પ્રદુષિત થતુ બચાવીને નવી રોજગારી પૂરી પાડી શકાય છે.

સુશ્રી વીણાએ ભારતની આઇઆઇટી કાનપુરમાંથી મેટોલોજીક્‍સ એન્‍જીનીયરીંગ સાથે બી.ટેક.ની ડીગ્રી મેળવેલી છે. તેઓ ઓસ્‍ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્‍સમાં મટીરીયલ સાયન્‍ટીસ્‍ટ છે તથા સેન્‍ટર ફોર સસ્‍ટેનેબલ મટીરીયલ્‍સ રિસર્ચ એન્‍ડ ટેક્‍નોલોજી ડીરેક્‍ટર છે.

(10:53 pm IST)