Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ચંપારણ સત્યાગ્રહના અવસરે નરેન્‍દ્રભાઇ મોદીઅે જાહેર કાર્યક્રમમાં પૂર્વ આઇઅેઅેસ અધિકારી પરમેશ્વરન અૈયરના ભરપેટ વખાણ કર્યા

મોતિહારી: વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીઅે પૂર્વ આઇઅેઅેસ અધિકારી પરમેશ્વરન જી. અૈયરના જાહેર કાર્યક્રમમાં વખાણ કર્યા હતાં.

મહાત્મા ગાંધીના ચંપારણ સત્યાગ્રહના અવસર પર આયોજિત સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ મીડિયાને એક વ્યક્તિ પર કેમેરા ફોકસ કરવાનું કહ્યું તો દરેકને નવાઈ લાગી કે તે વ્યક્તિ કોણ હે. તે વ્યક્તિ પૂર્વ IAS અધિકારી પરમેશ્વરન જી. ઐયર હતા. વડાપ્રધાન મોદીએ પરમેશ્વરનના ખુબ વખાણ કર્યા.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સરકારી અધિકારી જે કામ કરે છે, સામાન્ય રીતે તેમનું નામ નથી થતું. તે પડદાની પાછળ રહીને કામ કરે છે, પરંતુ અમુક વાતો એવી હોય છે જે જણાવવાનું મન થાય છે. ભારત સરકારમાં સચિવ પરમેશ્વરન IASની નોકરી છોડીને અમેરિકા જતા રહ્યા હતા. અમારી સરકાર બન્યા પછી અમે આહ્વાન કર્યું. તે આહ્વાનને ધ્યાનમાં રાખીને અમેરિકાની પોતાની શાનદાર જિંદગી છોડીને ભારત પાછા ફર્યા.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પરમેશ્વરન પોતે અલગ અલગ સ્થળોએ જઈને શૌચાલયની સફાઈ સુધીના કામ કરે છે. આજે પરમેશ્વરનજી જેવા મારા સાથી હોય અથવા દેશના ખુણા-ખુણામાંથી આવેલા હજારો સ્વચ્છાગ્રહી હોય તો મારો વિશ્વાસ દ્રઢ થઈ જાય છે કે બાપુની 150મી જયંતિ ઉજવીશું તો તેમના સપનાને પણ પુરા કરી શકીશું.

લો પ્રોફાઈલ રહેનારા સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમના સચિવ પરમેશ્વરન ઐયરને સેનિટેશન એન્ડ ડ્રિન્કિંગ વોટર સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. IASની નોકરીમાંથી સ્વૈચ્છિત નિવૃત્તિ આપનારા 1981 બેચના ઉત્તરપ્રદેશના કેડરના અધિકારી રહી ચુકેલા પરમેશ્વરનને વડાપ્રધાન મોદીના નજીકના અધિકારીઓમાંથી એક માનવામાં આવે છે, જેમના પર તે વિશ્વાસ કરે છે. IASથી સેનિટેશન સ્પેશિયાલિસ્ટ બનેલા પરમેશ્વરમના વખાણ વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં પણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે સ્વચ્છ ભારત અભિયાનને વડાપ્રધાન મોદીની મહાત્વાકાંક્ષી યોજનાઓમાંથી એક માનવામાં આવે છે. પહેલા આ યોજનાની જવાબદારી 1980 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી વિજય લક્ષ્મી જોશીને આપવામાં આવી હતી. પરંતુ તેમણે નવેમ્બર, 2015માં એકાએક સ્વૈચ્છિક રાજીનામું આપી દીધુ હતુ.

ત્યારપછી વડાપ્રધાન મોદીને આ મહત્વના મિશનને આગળ વધારવા માટે યોગ્ય ઓફિસરની શોધ હતી. જોશીના રાજીનામા પછી આ મિશનની જવાબદારી ગ્રામીણ વિકાસ સચિવ જુગલ કિશોર મોહપાત્રને આપવામાં આવી, પરંતુ તે પણ થોડાક સમય જ રહ્યા અને આખરે પરમેશ્વરન ઐયરને આ જવાબદારી મળી. તે IASની જોબ છોડીને અમેરિકા જતા રહ્યા હતા, પરંતુ મોદી સરકારના આહ્વાન પર પાછા ફર્યા અને મિશનની જવાબદારી સંભાળી.

(12:22 pm IST)