Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ઇતિહાદ પાસે ૭૫૦ કરોડની લાઈફલાઈનની માંગ કરાઈ

ફંડના વિલંબથી તકલીફ વધવાના સ્પષ્ટ સંકેત : ફંડિંગ મેળવવા માટે ઉડ્ડયન મંત્રાલયનો કરાયેલો સંપર્કે

નવીદિલ્હી, તા. ૧૧ : જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયેલે ઇતિહાદ પાસેથી ૭૫૦ કરોડ રૂપિયાની લાઈફલાઈનની માંગણી કરી છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે, કોઇ વિલંબ થવાની સ્થિતિ જેટને તેની ફ્લાઇટો બંધ રાખવાની ફરજ પડી શકે છે. નરેશ ગોયેલ દ્વારા ઇક્વિટી પાર્ટનર ઇતિહાદ પાસેથી ૭૫૦ કરોડ રૂપિયાના અરજન્ટ ફંડિંગની માંગ કરી છે અને કારણમાં ખુબ જ તાકિદની જરૂર હોવાની વાત કરવામાં આવી છે. અખાત આધારિત કેરિયર ગ્રુપના મુખ્ય કારોબારી ટોની ડગલાસને લખવામાં આવેલા પત્રમાં ગોયેલે કહ્યું છે કે, એરલાઈને ઉડ્ડયન મંત્રાલય પાસેથી આગળ વધવા માટેના પ્રમાણપત્રો મેળવી લીધા છે. હવે વચગાળાના ફંડિંગની જરૂર છે. એરલાઈન રોયલ્ટી પ્રોગ્રામમાં ૪૯.૯ ટકાની હિસ્સેદારી ધરાવે છે. અત્રે નોંધનીય છે કે, ઇતિહાદ બોર્ડની બેઠક અબુધાબીમાં યોજાઈ રહી છે જેમાં જેટ માટેની ખાસ યોજના પણ તૈયાર કરવામાં આવી રહી છે. એપ્રિલ ૨૦૧૪ બાદથી તેની હિસ્સેદારીમાં ફેરફારની સ્થિતિ રહી છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે એરલાઈનના બોર્ડે એક ખાસ યોજનાને મંજુરી આપી હતી. ગોયેલે ૮મી માર્ચના દિવસે પત્ર લખ્યો હતો.

 

 

(7:17 pm IST)