Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

આ હાઇપ્રોફાઇલ બેઠકો ઉપર સૌની નજર રહેશે

મોદી - સોનિયા - રાહુલ - મુલાયમ - અડવાણી - જેટલી વગેરે બેઠકો ઉપર ધ્યાન કેન્દ્રીત થશે

નવી દિલ્હી તા. ૧૧ : ચૂંટણીપંચે રવિવારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. સાત તબક્કામાં ચૂંટણી થવાની છે. આ દરમિયાન દેશની કેટલીક હાઈપ્રોફાઈલ બેઠકો પર સૌની નજર છે. વારાણસીમાં મતદાનના અંતિમ ચરણમાં ૧૯મીએ થશે. આ બેઠકનું પ્રતિનિત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. જયારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી (અમેઠી) અને સોનિયા ગાંધી (રાયબરેલી) સહિત અન્ય VVIP બેઠકો પર ખાસ નજર રહેશે.

લખનૌમાં પણ મતદાન ૬ મેના રોજ થશે, ૨૦૧૪માં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ અહીંથી ચૂંટાયા હતા. આ જ રીતે હાજીપુર લોકસભા બેઠક માટે મતદાન ૬ મેના રોજ થશે જેનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન કરી રહ્યા છે. વડોદરાના પુરીમાં મતદાન ૨૩ એપ્રિલે થવાનું છે. પાછલી લોકસભાની ચૂંટણીમાં મોદી વારાણસી અને વડોદરાથી ચૂંટણી લડ્યા હતા અને બન્ને બેઠકો પર તેમની જીત થઈ હતી. એવી અટકળ લગાવવામાં આવી રહી છે કે, પુરી બીજી બેઠક હશે જયાંથી વડાપ્રધાન ચૂંટણી લડી શકે છે, જોકે ભાજપ તરફથી તેના પર કોઈ પ્રતિક્રિયા નથી આવી.

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની બેઠક ગુજરાતની ગાંધીનગર પર મતદાન ૨૩ એપ્રિલે થવાનું છે, આજ રીતે પીલીભીતમાં ચૂંટણી થશે જેનું પ્રતિનિધ્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી કરી રહ્યા છે. જયારે તેમના દીકરા વરુણ ગાંધીની બેઠક સુલ્તાનપુરમાં વોટિંગ ૧૨ મેના રોજ થવાનું છે.

મેનપુરીમાં પણ મતદાન ૨૩ એપ્રિલે થવાનું છે, જે એ બે બેઠકોના કારણે ખાસ છે જયાં ૨૦૧૪માં સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવ ચૂંટાયા હતા. આઝમગઢ બેઠક જેને મુલાયમસિંહ યથાવત રાખી હતી, જયાં ૧૨ મેએ સંપન્ન થશે. કન્નોજમાં મતદાન ૨૯ એપ્રિલે થવાનું છે જયાં મુલાયમસંહના વહુ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ ૨૦૧૪માં સાંસદ બન્યા હતા.

ભાજપના તીખી બોલીવાળા નેતા ઉમા ભારતીની બેઠક ઝાંસી અને વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની સંસદીય બેઠક કાનપુરમાં મતદાન ૨૯ એપ્રિલે થવાનું છે. જયારે વિદિશા જયાંથી ૨૦૧૪માં કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજ ચૂંટાયા હતા ત્યાં ૧૨ મેએ ચૂંટણી થવાની છે. કોંગ્રેસ નેતા જયોતિરાદિત્ય સિંધિયાની ગુના બેઠક માટે પણ ૧૨ મેએ મતદાન થવાનું છે.

અમૃતસરમાં પણ મતદાન ૧૯ મેએ ચૂંટણી અરુણ જેટલી ૨૦૧૪માં લોકસભા ચૂંટણી હારી ગયા હતા. એક મહિનાથી વધારે સમય ચાલેલી ચૂંટણી પ્રક્રિયામાં પહેલા તબક્કામાં મતદાન ૧૧ એપ્રિલે થવાનું છે, જયારે અંતમાં સાતમા તબક્કાનું મતદાન ૧૯મીએ રોજ થવાનું છે, અને મતગણતરી ૨૩મીના રોજ થવાની છે.

(11:30 am IST)