Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ગુજરાત સંઘના કાર્યને ૨ પ્રાંતમાં વહેંચવામાં આવ્યું : રાજકોટ-કર્ણાવતી હેડક્વાર્ટર રહેશે : સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની જવાબદારી શ્રી મુકેશભાઈ મલકાન અને ગુજરાત પ્રાંતની જવાબદારી ડો. ભરતભાઇ પટેલને સોંપવામાં આવી : RSSની ગ્વાલિયર ખાતેની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામની બેઠકમાં સંઘ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો

નવી દિલ્હી : ગુજરાત રાજ્યમાં સંઘના કામકાજ માટે  બે ભાગ પાડી બે પ્રાંતની રચના કરવામાં આવી છે.

એક ભાગમાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત અને બીજા ભાગમાં ગુજરાત પ્રાંત રહેશે. સૌરાષ્ટ્ર પ્રાંતનું હેડક્વાર્ટર રાજકોટમાં રહેશે અને સરસંઘચાલકજી ની જવાબદારી શ્રી મુકેશભાઈ મલકાનને સોંપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પ્રાંત કાર્યવાહ તરીકે કિશોરભાઈ મુંગલપરાને જવાબદારી સોંપવામાં આવી છે. સહ પ્રાંત કાર્યવાહ તરીકે હરિ મહેશભાઈ ઓઝા અને પ્રાંત પ્રચારક તરીકે શ્રી મહેશભાઈ જીવાણીને જવાબદારી સુપ્રત કરાઈ છે.

બાકીના ગુજરાતનું હેડક્વાર્ટર કર્ણાવતી - અમદાવાદ રહેશે. જેના સંઘ ચાલકજી ડો. ભરતભાઇ પટેલ, ગાંધીનગર રહેશે. પ્રાંત કાર્યવાહ શ્રી યશવંતભાઈ ચૌધરી જવાબદારી સંભાળશે. સહ પ્રાંત કાર્યવાહની જવાબદારી શ્રી શૈલેષભાઇ પટેલ વહન કરશે અને પ્રાંત પ્રચારકનો કાર્યભાર શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાયને સોંપાયો છે.

(12:00 am IST)