Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

અંબાણી પરિવારમાં લગ્નોત્સવ સંપન્નઃ આકાશ- શ્લોકા સપ્તપદીમાં બંધાયાઃ નવયુગલને સત્કાર VIIPઓનો જમાવડો

 ભારતના સૌથી શ્રીમંત વ્યકિત મુકેશ અને નીતા અંબાણીના પુત્ર આકાશના લગ્ન ડાયમંડ બીઝનેશમેન રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે યોજાયા હતા. લગ્નના બીજા દિવસે અંબાણી પરિવાર દ્વારા ''મંગળ પર્વ''નું આયોજન કરાયુ હતું. જેમાં વિશ્વના દરેક ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહી આકાશ- શ્લોકાને આર્શીવાદ આપ્યા હતા.

મુંબઈના જિયો પાર્કમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનું વેડિંગ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. અંબાણી પરિવારના આ સેલિબ્રેશનમાં દરેક ક્ષેત્રની ટોચની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી પણ બધાના આકર્ષણનું કેન્દ્ર બની હતી આકાશ અને શ્લોકાની જોડી. બ્લુ કલરની શેરવાનીમાં આકાશ જામતો હતો જયારે શ્વેતાએ ગોલ્ડન લહેંગો પહેયો હતો. આ પાર્ટીમાં સૌથી પહેલાં રાજકુમાર હિરાની પોતાના પત્ની સાથે પહોંચ્યા હતા. આ પછી વિધુ વિનોદ ચોપડા પણ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા.

આકાશ અને શ્લોકાએ ધીરૂભાઈ અંબાણી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. આ લગ્ન માટે જિયો વર્લ્ડ સેન્ટરની અંદર બનેલા કોરિડોરમાં અંદર બનેલા કોરિડોરમાં જાનૈયાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં બોલિવૂડના ગીતો પર સ્ટાર્સે ડાન્સ કર્યા હતા. ઉપરોકત તસવીરોમાં સૌથી ઉપર લગ્ન સમયની તસવીર છે. જયારે નીચેની તસવીરોમાં આકાશ અંબાણી જાન લઈને લગ્ન સ્થળે પહોંચ્યા હતા. વચ્ચેની તસવીરમાં નીતા અંબાણી વરવધુના દુઃખડા લેતા દર્શાય છે, જયારે અંતિમ તસવીરમાં શ્લોકા વરમાળા લઈ જતા દર્શાય છે. વિવિધ તસવીરોમાં રતન ટાટા, આર્શેનલ મિત્તલના લક્ષ્મી મિત્તલ અને ઉષા મિત્તલ, શિવસેના સુપ્રમો ઉધ્ધવ ઠાકરે અને પુત્ર આદિત્ય ઠાકરે, જયપુરના રાજકુમારી દીયા કુમારી સાથે નીતા અંબાણી દર્શાય છે, ગુગલના સીઈઓ સુંદર પીચાઈ પણ પત્ની અંજલી સાથે પહોંચ્યા હતા. આ ઉપરાંત અમિતાભ બચ્ચ, અભિષેક- ઐર્શ્વયા, સચીન તેડુલકર, અક્ષકુમાર- ટવીંકલ ખન્ના, રેખા, જીતેન્દ્ર અને એકતા કપુર, સાહિદ કપુર, સુનીલ સેટ્ટી, આમીર ખાન, રજનીકાંત, કરણ જોહર, કિરણ મોરે, હાર્દિક- કૃણાલ પંડ્યા, કપીલ સિબ્બલ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે આકાશ અંબાણીએ દાદા ધીરૂભાઈ અંબાણીના આર્શીવાદ મેળવ્યા હતા. સમગ્રર પ્રસંગમાં દાદી કોકીલાબેન આવનાર મહેમાનોને સત્કારતા નજરે પડયા હતા.

(3:48 pm IST)
  • પુસ્તકમાં દાવો :અમેરિકી સૈન્ય ઠેકાણા નજીક રહેતો હતો તાલિબાની સંસ્થાપક મુલ્લા ઉમર :દોહામાં અમેરિકા સાથે વાતચીત કરી રહેલા તાલિબાનોએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં ઉંમરને ઠેકાણા-રોકાણની વાત સાચી છે ;તાલિબાન સંસ્થાપક મુલ્લા ઉંમર અફઘાનિસ્તાનમાં કેટલાય વર્ષો સુધી અમેરિકી ઠેકાણાથી ખુબ જ નજીક રહ્યો હતો તેવો એક પુસ્તકમાં દાવો કરાયો access_time 1:16 am IST

  • ભાવનગરના વલભીપુર ચમારડી પાસે બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત :આઠથી વધુ ગંભીર ઘાયલ : કેરીયા ગામના ડોડીયા રામદેવસિંહ અગરશંગભાઇનું કરૂણમોત :વલભીપુર તથા સિહોર108 ઘટના સ્થળે પહોંચી :ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા વધુ વિગત મેળવાઈ રહી છે access_time 11:26 pm IST

  • કાશ્મીરમાં ભારતીય સેનાનું મોટું ઓપરેશન ચાલુ : ૩ આતંકી ઠાર : આ લકાય છે ત્યારે જમ્મુ-કાશ્મીરના પુલવામાં ખાતે ત્રાલમાં આતંકીઓ સાથે મુઠભેડ ચાલુ છે : મોડી રાત્રે મળતા હેવાલો મુજબ ૩ આતંકીઓ ઠાર મરાયા છે : ઓપરેશન હજુ ચાલુ છે. access_time 11:47 pm IST