Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

કેજરીવાલ રાષ્ટ્ર નિર્માણની રાહ પર આમ આદમી પાર્ટીએ શરૂ કરી ઝૂંબેશ

રાષ્ટ્ર નિર્માણ માટ AAP સાથે જોડાઓ, જોડાવવા માટે મિસ કૉલ કરો

નવી દિલ્હી,તા.૧૧: દિલ્હી ચૂંટણીની મતગણતરી ચાલુ છે. શરૂઆતી રૂઝાનમાં આમ આદમી પાર્ટી ૫૦ બેઠક પર આગળ છે જયારે ૨૦ બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ છે. દિલ્હીમાં ત્રીજીવાર કેજરીવાલ સરકાર બનાવતી જોવા મળી છે. આપના પાર્ટી કાર્યાલય પર જશ્નનો માહોલ છે. મત ગણતરી વચ્ચે આપે વધુ એક કેમ્પેઈનની શરૂઆત કરી છે. આ કેમ્પેઈન છે-રાષ્ટ્ર નિર્માણ

આમ આદમી પાર્ટીના પાર્ટી કાર્યાલય પર મંગળવારે નવુ પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટરમાં લખ્યુ છે રાષ્ટ્ર નિર્માણ માટે AAP સાથે જોડાઓ, જોડાવવા માટે મિસ કૉલ કરો ૯૮૭૧૦૧૦૧૦૧. BJPના નકશે કદમ પર ચાલતા આપે હવે રાષ્ટ્ર નિર્માણને મોટો મુદ્દો બનાવશે અને આ માટે સરકાર બનાવ્યા બાદ મોટા કેમ્પેઈનની શરૂઆત કરશે

આની ઝલક આમ આદમી પાર્ટીના મેનિફેસ્ટોમાં પણ જોવા મળી હતી. આપના મેનિફેસ્ટોમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એલાન કર્યુ હતુ કે જો આપની સરકાર બનશે તો સરકારી શાળામાં શરૂ કરવામાં આવેલી હેપિનેસ કરિકુલમ અને આંત્રપિન્ચોરશિપ કરિકુલમની સફળતા બાદ દેશભકિત અભ્યાસ ક્રમ લાવવામાં આવશે.

(3:56 pm IST)