Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહજ્યોજીયા ખાતે ઉજવાયો શાકોત્સવ

હિંદુ સંસ્કૃતિ પ્રવર્તનનાં કેન્દ્ર સમાન સવાનાહ - જ્યોર્જીયા ખાતે આવેલ SVGP ગુરુકુલ, સનાતન મંદિર (SVGP - અમદાવાદની શાખા) ખાતે વિવિધતા સભર અનેક ઉત્સવો ઉજવાતા રહે છે. તાજેતરમાં જ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી મંદિરમાં શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોયા દરબાર સુરા ખાચરે પોતાની સમગ્ર સંપત્તિ ભગવાન શ્રી સ્વામિનારાયણને સમર્પિત કરી હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણે એ સંપત્તિમાંથી શાકોત્સવ કરી હજારો સંતો-હરિભક્તોને જમાડ્યા હતા. એ સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણે જાતે રીંગણાનું શાક કયું હતું. એ પાવનકારી શાકોત્સવની સ્મૃતિમાં આજે પણ ઠેર ઠેર શાકોત્સવ કરવામાં આવે છે.

આ પવિત્ર પ્રસંગનું સ્મરણ કરીને અમેરીકા ખાતે પણ શાકોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

શાકોત્સવનો લાભ લેવા જ્યોજીયાના વિવિધ વિસ્તારોમાંથી ભાવિક ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

શાકોત્સવની કથાનું ગાન કરતા શાસ્ત્રી શ્રી વેદાંતસ્વરૂપદાસજીએ સુરાખાચરના જીવનને આધારે પ્રેરણાત્મક કથાવાતાં કરી હતી. જ્યારે પૂજ્ય કૃષ્ણજીવનદાસજી સ્વામી, શ્રી તુષાર મહારાજ, શ્રી અંકિત મહારાજ, ધીરજભાઈ તથા સ્વયંસેવક ભાઈ-બહેનોએ શાકોત્સવની ખૂબ જ સુંદર તેયારીઓ કરી હતી. બહેનો ઘરેથી રોટલા તેયાર કરીને લઈ આવ્યા હતા.

શાકોત્સવનો અનોખો સ્વાદ માણીને અમેરીકામાં વસતા ભારતીય ભાઈ-બહેનોને પોતાના વતનની યાદ તાજી થઈ ગઈ હતી. શાકોત્સવ બાદ ઠાકરથાળીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નાનાં નાનાં બાળકોએ ખૂબ સુંદર કૃતિઓ રજૂ કરી હતી.

આ શાકોત્સવના યજમાન તરીકે શ્રી જીતુભાઈ વરસાણી, યતીનભાઈ અને માધ્વીબેન તથા અનેરીબેન દેસાઈ વગેરે ભક્તજનોએ લાભ લીધો હતો.

(12:21 pm IST)