Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

UKમાં પંજાબનું નામ રોશન કરતી ભારતીય મૂળની યુવતિ સુશ્રી ચહત શેખોનઃ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરનાર પંજાબની સૌપ્રથમ યુવતિ તરીકેનો વિક્રમઃ ફ્રાંસમાં આવેલા સ્કોટલેન્ડ ગવર્મેન્ટના ફાઇનાન્સ ડીપાર્ટમેન્ટમાં નિમણુંક મળી

ચંદીગઢઃ યુ.કે.ની સિવિલ સર્વિસમાં સ્થાન મેળવનાર ભારતના પંજાબની સૌપ્રથમ યુવતિ તરીકેનો વિક્રમ ફ્રાંસ સ્થિત સુશ્રી ચહત શેખોનના નામે નોંધાયો છે. જે જાન્યુ ૨૦૧૯ થી ફ્રાંસમાં આવેલા સ્કોટિશ ગવર્મેન્ટના ફાઇનાન્સ ડીપાર્ટમેન્ટમાં જોડાઇ ગઇ છે.

એડવોકેટ પિતા કિરણજીત સિંઘ શેખોનની પુત્રી ચહત એ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ ભારતમાં કર્યો છે. જ્યાં તેણે પ્રાથમિક શિક્ષણ વતન સંગરૂરમાં લીધુ છે તથા ગ્રેજ્યુએટ ડીગ્રી ચંદીગઢની ગવર્મેન્ટ કોલેજ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી ચંદીગઢમાં જ આવેલી પંજાબ યુનિવર્સિટીમાંથી મેળવી છે.

૨૦૧૭ની સાલમાં યુ.કે.ગયા બાદ તેણે એડિનબર્ગ સ્કોટલેન્ડ ખાતેથી M.SC.ની ડીગ્રી મેળવ્યા બાદ યુ.કે. ગવર્મેન્ટના સિવિલ સર્વિસ ડીપાર્ટમેન્ટમાં નોકરી માટે અરજી કરી પરીક્ષા પાસ કરી હતી. તેથી તે તે ફ્રાંસ મુકામે નિમણુંક અપાઇ છે.

 

(7:51 pm IST)
  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST

  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST